Western Times News

Gujarati News

બલુચિસ્તાનનાં ક્વેટામાં વિસ્ફોટ, ૭નાં મોત-૨૦ લોકો ઘાયલ

કરાંચી, પાકિસ્તાન આતંકવાદનુ જનક છે અને પાકિસ્તાન દ્વારા જ આ ઝેરીલા નાગ તૈયાર કરવામાં આવ્યા છે અને તેને આશરો પણ આપવામાં આવે છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન છાતી ઠોકીને જાહેરમાં એવું કહેવાતા જોવામાં આવ્યા છે કે, હવે પાકિસ્તાન આતંકીઓ માટે સુરક્ષીત ઘર નથી રહ્યું, આવી જ અનુભૂતીઓ પાકિસ્તાન હાલ કરી રહ્યું છે. આજે ફરી એક વાર આતંકનાં જનક પાકિસ્તાનને આતંકીઓનાં ઝેરીલા ડંખનો સામનો કરવો પડી રહ્યો છે. આતંકીઓ દ્વારા ફરી એક વખત બલુચિસ્તાનનાં ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે જેમાં ૭ માસુમ નગરીકોનાં મોત નિપજ્યા છે અને ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટનાથી નાસભાગ મચી ગઇ હતી. થોડા દિવસ પૂર્વે જ પાકિસ્તાનનાં બલુચિસ્તાન પ્રાંતમાં નમાઝ દરમિયાન એક મસ્જિદમાં એક શક્તિશાળી બોમ્બ ફાટ્યો હતો. શક્તિશાળી બોમ્બ વિસ્ફોટનાં કારણે નમાઝ અદા કરી રહેલા એક ઇમામ અને વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા હતા. આ વિસ્ફોટમાં ૩૦ જેટલા અન્ય નમાઝી લોકો ઘાયલ થયા હતા. ત્યારે કહી શકાય કે, પાકિસ્તાન માટે હાલ “હાથનાં કર્યા હૈયે વાગે” કહાવત યથાર્થ સાબિત થઇ રહી છે.

જ્યારે આતંકનાં જનક તરીકે પાકિસ્તાનનો ચહેરો વિશ્વ આખું ઓળખી ચૂક્યું છે. ત્યારે પાકિસ્તાન દ્વારા જ પોષવામાં આવતા આતંકવાદે પાકિસ્તાનનાં જ લોકોને નિશાન બનાવવાનું શરુ કર્યું છે. તે પાકિસ્તાનમાં જ અલ્લાહની બંદગીમાં નમાઝ અદા કરતા લોકોને મસ્જિદમાં જ બોમ્બથી ઉડાવી દેવા અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉડાવી દેવા જેવા અધમ કૃત્યો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.