બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે પિતાએ ગાય વેચીને ખરીદ્યો સ્માર્ટફોન
હિમાચલ પ્રદેશ, અત્યારે કોરોના વાયરસના પગલે શાળાઓ બંધ છે. જોકે, શાળાઓ દ્વારા ઓનલાઈન અભ્યાસ કરાવી રહી છે. જોકે, બાળકોને ઓનલાઈન અભ્યાસ કરવા માટે સ્માર્ટફોનની જરૂર પડે છે. એક એવી ઘટના સામે આવી છે જેમાં એક પિતાએ પોતાના બાળકનો આનલાઈન અભ્યાસ થઈ શકે તે માટે સ્માર્ટફોન ખરીદવા માટે પોતાની ગાય વેચી દીધી હતી. જે ઘરમાં કમાણીનું એક માત્રા સાધન હતી. માત્ર છ હજાર રૂપિયામાં ગાય વેચીને સ્માર્ટફોન ખરીદ્યો પરંતુ હવે પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે એ મોટો પ્રશ્ન ઊભો થયો છે.
ધ ટ્રીબ્યૂન વેબસાઈટના સમાચાર પ્રમાણે હિમાચલ પ્રદેશના પાલમપુર જિલ્લામાં જ્વાલામુખી સ્થિત ગુમ્મેર ગામમાં કુલદીપ કુમાર રહે છે. માર્ચથી લાગેલા લોકડાઉન બાદ સ્કૂલ બંધ છે. કુલદીપના બાળકો ત્યારથી ઘરે જ છે. તેમના બાળકો અન્નુ જે ચોથા ધોરણમાં અને દીપુ જે બીજા ધોરણમાં ભણે છે. જેવું જ સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ શરૂ થયા ત્યારથી કુલદીપ ઉપર સ્માર્ટફોન ખરીદવાનું દબાણ વધવા લાગ્યું જેથી કરીને બાળકોનો અભ્યાસ થઈ શકે. એક મહિલા સુધી કુલદીપ લોકો પાસે 6000 રૂપિયા ઉધાર માંગતો રહ્યો પરંતુ તેની કોઈએ મદદ ન કરી. તે બેન્ક ગયો અને અનેક ખાનગી લોન ધીરાણ લોકો પાસે પણ ગયો. પરંતુ તેની ગરીબી જોઈને તેને કોઈએ 6000 રૂપિયાની લોન ન આપી.
સ્કૂલના શિક્ષકોએ કહ્યું કે જો બાળકોનો અભ્યાસ ચાલું રાખવો હોય તો સ્માર્ટફોન ખરીદી લો. એ સમયે તેની પાસે 500 રૂપિયા ન હતા. તો 6000 રૂપિયાનો ફોન ક્યાંથી લાવી શકે. સ્માર્ટફોન ખરીદવો તેના માટે કઠીન કામ હતું. જ્યારે કોઈએ તેની મદદ ન કરી તો છેવટે તેણે પોતાની ગાયને 6000 રૂપિાયમાં વેચી દીધી હતી. અને તે પૈસાથી તેણે બાળકો માટે સ્માર્ટફોન ખરીદ્યો હતો. જેથી કરીને તેનો અભ્યાસ ચાલું રહી શકે. કુલદીપ પાસે ન તો બીપીએલ કાર્ડ છે ન તો આઈઆરડીપીનો લાભ લે છે. કુલદીપને જણાવ્યું કે તેણે અનેક વખત પંચાયતમાં આર્થિક મદદ માટે આવેદન આપ્યું હતું. પરંતુ મદદ મળી નથી. એ આર્થિક મદદથી તે પોતાનું ઘર બનાવવા માંગતો હતો. પરંતુ કોઈ ફાયદો ન થયો.આ સાથે તેણે અનેક વખત પંચાયતમાં કહ્યું કે તેનું નામ બીપીએલ, આઈઆરડીપી અને અંત્યોદય યોજનામાં જોડવામાં આવે. પરંતુ પંચાયતમાં પણ તેની વાત કોઈએ ન સાંભળી.