બળવાખોર એકનાથ શિંદે ૪૨ ધારાસભ્યોના નામની યાદી અને તસવીરો જાહેર કરી
મુંબઈ, શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શિંદેએ દાવો કર્યો છે કે તેમની સાથે હાલ ગુવાહાટી ખાતે ૪૨ ધારાસભ્યો છે. એકનાથ શિંદેએ ધારાસભ્યોની તસવીરો અને વીડિયો પણ જાહેર કર્યાં છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખતરામાં છે.
હવે સૌની નજર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પર છે. શું તેઓ વિધાનસભાને વિખેરી નાખવાનો ર્નિણય લેશે? અથવા તો સમગ્ર મામલો ફ્લોર ટેસ્ટ સુધી પહોંચી જશે એ સમય જ બતાવશે.
ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને નેતા એકનાથ શિંદેએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. એકનાથ શિંદેએ વીડિયો અને તસવીરો જાહેર કરીને તેમને ૪૨ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે.
હાલ શિંદે સાથે મહારાષ્ટ્રના ૪૨ બળવાખોર ધારાસભ્ય છે. જેમાં શિવસેનાના ૩૫ ધારાસભ્ય અને સાત અપક્ષ ધારાસભ્ય સામેલ છે. તમામ ધારાસભ્યો હાલ ગુવાહાટીને રેડિસન બ્લૂ હોટલમાં છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે આજે સમર્થનમાં હોય તેવા ધારાસભ્યોની યાદી જાહેર કરશે.
તેમણે ૪૧ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. જાેકે, પ્રથમ યાદીમાં ૩૬ ધારાસભ્યના નામ છે. સમાચાર છે કે એકનાથ શિંદે કેમ્પ હવે શિવસેનાના સિમ્બોલ પર દાવો ઠોકવાની તૈયારીમાં છે.
આસામના ગુવાહાટીની રેડિસન બ્લૂ હોટલમાં એકનાથ શિંદે સાથે મહારાષ્ટ્રના કુલ ૪૨ ધારાસભ્યો હાજર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિંદે સાથે શિવસેનાના ૩૪ અને આઠ અપક્ષ ધારાસભ્યો છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ છે કે, “હું કોઈ જૂથની નહીં પરંતુ મારી પાર્ટીની વાત કરીશ. અમારી પાર્ટી આજે પણ મજબૂત છે.
આશરે ૨૦ ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. તેઓ મુંબઈ આવશે ત્યારે તમને ખબર પડશે. બહુ ઝડપથી એ વાત સામે આવશે કે કેવી સ્થિતિમાં આ લોકોએ અમને છોડી દીધા છે. ઈડીના દબાણ હેઠળ પાર્ટી છોડનારા બાળાસાહેબના ભક્તો નથી. અમે બાળાસાહેબના સાચા ભક્તો છીએ. ઈડીનું દબાણ છતાં અમે ઉદ્ધવ ઠાકરે સાથે ઊભા રહીશું.”
બુધવારે રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે ફેસબુક લાઈવ થકી મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં ઉદ્ધવે જણાવ્યુ હતુ કે, “શિવસેના અને હિન્દુત્વમાં કોઈ ફરક નથી. અમે બાળાસાહેબના સિદ્ધાંતોને છોડ્યા નથી.
શિવસેના હિન્દુત્વ વિના અસ્તિત્વમાં નથી. બાળાસાહેબની શિવસેના અને આજની શિવસેનામાં શું ફરક છે. અમે મુશ્કેલ સંજાેગોમાં ૨૦૧૯ની ચૂંટણી લડ્યા હતા. મેં મારી સંપૂર્ણ જવાબદારી નિભાવી છે. વિધાનસભામાં હિન્દુત્વની વાત કરી. અમે બાળાસાહેબના વિચારોને આગળ લઈ જઈ રહ્યા છીએ. આ બાળાસાહેબની શિવસેના છે.”HS2