બળાત્કારનાં આરોપીને ઝડપી લેતી શહેર ક્રાઈમ બ્રાંચ

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાંચે રાજકોટમાં બળાત્કારનાં કેસમાં ફરાર એક શખ્સને ઝડપી લીધો હતો અને તેને રાજકોટ પોલીસને સોંપવા તજવીજ શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.એમ.વ્યાસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રવિવારે એએસઆઈ જગદીશભાઈને એક આરોપી નિકોલ ગામમાં હોવાની બાતમી મળી હતી.
જેનાં આધારે તેમણે બાપા સીતારામ પાર્કિંગમાંથી વિજય ઘુસાભાઈ ડાંગર (બેડી પરા, રાજકોટ)ને ઝડપી લીધો હતો. વિજયે સગીર વયની બાળકીને ધમકીઓ આપી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે બાબતે તેનાં વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી તે ફરાર હતો. તે અગાઉ ચોરી અને મારામારીનાં ગુનાઓમાં સંડોવાયેલો છે.