બળાત્કાર અને હત્યાના મામલામાં ઉમ્રકેદની સજા કાપી રહેલ રામ રહીમને ગુપ્ત રીતે પેરોલ મળી
રોહતક: બળાત્કાર અને હત્યા મામલામાં ઉમ્રકેદની સજા કાપી રહેલ ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ રહીને ગત દિવસોમાં એક દિવસની પરોલ મળી હતી હરિયાણામાં મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના નેતૃત્વવાળી ભાજપ જેજેપીની ગઠબંધન સરકારે ૨૪ ઓકટોબરે રામ રહીને પરોલ અપાવી હતી.
ડેરા પ્રમુખ બળાત્કાર અને હત્યા મામલામાં દોષી ઠેરવ્યા બાદથી રોહતકની જેલમાં બંધ છે સુત્રોએ કહ્યું કે રામ રહીમને પોતાની બીમાર માતાથી મળવા માટે એક દિવસની પરોલ મળી હતી તે ગુરૂગ્રામની એક હોસ્પિટલમાં દાખલ છે ડેરા પ્રમુખને સુનારિયા જેલથી ગુરૂગ્રામ હોસ્પિટલ સુધી ભારે સુરક્ષૈા વચ્ચે લઇ જવામાં આવ્યા હતાં.
રામ રહીન ૨૪ ઓકટોબર સાંજ સુધી પોતાની બીમાર માતાની સાથે રહ્યો સુત્રોએ કહ્યું કે હરિયાણા પોલીસની ત્રણ ટુકડી તહેનાત હતી એક ટુકડીમાં ૮૦થી ૧૦૦ જવાના હતાં ડેરા વડાને જેલથી પોલીસની એક ગાડીમાં લાવવામાં આવ્યા હતાં જેમાં પડદો લાગેલ હતો ગુરૂગ્રામમાં પોલીસે હોસ્પિટલના બેસમેંટમાં ગાડી પાર્ક કરી અને જે ફલોરમાં તેમની માતાની સારવાર ચાલી રહી હતી તેને પુરી રીતે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.
રોહકત એસપી રાહુલ શર્માએ પુષ્ટી કરતા કહ્યું કે અમને જેલ સુપરિટેંડેટથી રામ રહીમના ગુરૂગ્રામ પ્રવાસ માટે સુરક્ષા વ્યવસ્થાની અરજી મળી હતી. અમે ૨૪ ઓકટોબરે સવારથી લઇ સાંજ સુધી સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી આ બધુ શાંતિથી થયું આ અંગેની માહિતી મુખ્યમંત્રી અને કેટલાક વરિષ્ઠ અધિકારીને જ હતી તેને લઇ ભાજપના ટોચના નેતાના નિર્દેશ હતાં ત્યાં સુધી કે જવાનોને પણ આ વાતની ખબર ન હતી કે તે કંઇ વ્યક્તિને એસ્કોર્ટ કરી રહ્યાં છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ રીતે પરોલ આપી હરિયાણા અધિકારીઓએ ભવિષ્યમાં તેમના પરોલ પર મુક્તિ માંગવાની સ્થાયી જમીન તૈયાર કરી દીધી છે.