બસપન કા પ્યાર ગીતથી અનુષ્કા શર્માનાં હોશ ઉડ્યા
મુંબઈ: હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને રાત્રે ઉંઘ નથી આવી રહી. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે આ વાત જણાવી છે કે, કોઇએ તેની રાતોની ઉંઘ ઉડાવી દીધી છે. આપને જણાવી દઇએ કે આ વ્યક્તિ વિરાટ કોહલી નથી પણ કોઇ અન્ય છે.
જી હાં, આ પોસ્ટમાં અનુષ્કાએ જણાવ્યું છે કે, ‘બસપન કા પ્યાર. ગીતનો વાયરલ થઇ રહેલાં નાનકડાં દીકરાએ સહદેવ દિરદોએ એક્ટ્રેસની ઊંઘ ઉડાવી દીધી છે. અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વાયરલ બોય સહદેવ દિરદોનાં ગીત સાથે જાેડાયેલું એક મીમ શેર કર્યું છે. જેમાં એક વ્યક્તિ રાતમાં જાતો નજર આવી રહ્યો ચે કારણ કે તેનાં મન મગજમાંથી સહદેવનું ગીત હટતુ જ નથી. અનુષ્કાની પોસ્ટની સાથે હસવાની ઇમોજી શેર કરી છે.
અનુષ્કાએ બાસ્કેટબોલ ખેલાડી અને ક્રિકેટર ઇશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહનાં પેજથી મીમનો રીપોસ્ટ કર્યું. સહદેવનાં ગીત ‘બસપન કા પ્યાર આજકાલ સૌ કોઇનાં મોઢે છે. બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રેને બે વર્ષ પહેાલ સહદેવએ ત્યારે ગાયુ હતું
જ્યારે બધુ સામાન્ય હતું અને બાળકો સ્કૂલ જતા હતાં. તે સમયે સહદેવ પાંચમાં ધોરણમાં ભણતો હતો. ત્યારે ટીચરનાં કહેવાં પર તેણે ક્લાસમાં આ ગીત ગાયુ હતું. આ વીડિયો તે હદે વાયરલ થયો છે કે, હવે દેશમાં તેની ચર્ચા થઇ રહી છે. હાલમાં જ બાદશાહે તેનો સંપર્ક કર્યો હતો. જે બાદ બાદશાહએ સહદેવ સાથે વીડિયો કોલ પર વાત કરી તેને ચંદીગઢ આવવાંનું આમંત્રણ આપ્યું હતું.