બસપાએ પોતાના જ ૬ ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણી વોટિંગથી વંચિત કરવાની માંગ રાખી
લખનૌ, રાજસ્થાનમાં પાર્ટીમાંથી બળવો કરીને કોંગ્રેસનુ સમર્થન કરી રહેલા બસપાએ પોતાના બધા ૬ ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીના મતદાનથી રોકવાની માંગ કરી છે.
પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભગવાન સિંહ બાબાએ આ અંગે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર અને વિધાનસભા અધ્યક્ષ સીપી જાેશીને એક પત્ર લખ્યો છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર ૬ ઉમેદવારોને જીત મળી હતી. પરંતુ સંગઠનાત્મક નબળાઈ અને ઘણી આંતરિક બાબતોને લઈને બસપાના બધા ૬ ધારાસભ્યો પોતાના જ પક્ષ સાથે બળવો કરી બેઠા છે.
હવે બસપા સુપ્રીમોના નિર્દેશ પર રાજસ્થાન બીએસપી પ્રદેશ અધ્યક્ષે રાજ્યપાલ કલરાજ મિશ્રા અને વિધાનસભા અધ્યક્ષ સીપી જાેશીને પત્ર લખ્યો છે.
જેમાં એવી માંગ કરવામાં આવી છે કે રાજસ્થાનના તમામ ૬ ધારાસભ્યો જેઓ બસપાની ટિકિટ પર જીતીને કોંગ્રેસમાં શામેલ થયા છે તેમને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાથી રોકવામાં આવે. રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષને લખેલા પત્રમાં બીએસપી તરફથી કહેવામાં આવ્યુ છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૧૮માં બીએસપીની ટિકિટ પર ૬ ઉમેદવારો જીત્યા હતા.
ધારાસભ્ય બન્યા પછી આ બધાએ ગેરબંધારણીય રીતે બસપાને સપામાં વિલીન કરી દીધુ. બસપા વતી તમામ ૬ ધારાસભ્યો પર પક્ષપલટા વિરોધી કાયદાનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બસપા વતી એવુ કહેવામાં આવ્યુ હતુ કે પાર્ટી હાઈકમાન્ડની પરવાનગી વિના બસપાના કોંગ્રેસમાં વિલીનીકરણને કારણે આ ધારાસભ્યો વિરુદ્ધ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કેસ ચાલી રહ્યો છે.
આ અંગેનો ર્નિણય ટૂંક સમયમાં આવવાનો છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે રાજસ્થાનમાં બસપાની ટિકિટ પર ચૂંટણી જીતેલા તમામ ૬ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરતા રોકવામાં આવે. વાસ્તવમાં વર્ષ ૨૦૧૮માં રાજસ્થાનમાં બસપાને ૬ બેઠકો મળી હતી.
રાજેન્દ્ર ગુડા, લખન સિંહ, દીપચંદ ખેરિયા, સંદીપ યાદવ, જાેગીન્દર સિંહ અવાના અને વાજીબ અલી બસપામાંથી ધારાસભ્ય બન્યા. પરંતુ હવે તે તમામ પક્ષ સામે બળવો કરીને કોંગ્રેસમાં જાેડાયા છે. આવી સ્થિતિમાં બસપા હાઈકમાન્ડ વતી પાર્ટી દ્વારા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.HS1MS