બસપાના સાંસદ મલુક નાગરના સ્થળો પર આવકવેરાના દરોડા
ગાઝીયાબાદ, ગાઝિયાબાદમાં આજે સવારે બસપા નેતા મલુક નાગરના સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પડયા છે.ફકત ગાઝિયાબાદ જ નહીં મલુક નાગરના હાપુડ ગઢ ગ્રેટર નોઇડામાં પરી ચોક અને દિલ્હીના સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી અનુસાર મલુક નાગરની સાસરી અને પરિવારથી જાેડાયેલા લોકોના સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરોડા ગત છ વર્ષ દરમિયાન આવકવેરા રિટર્નમાં કોરોબાર ઓછો બતાવવા પર પડયા છે જયારે પ્રારંભિત તપાસથી માહિતી મળી છે કે કારોબાર કયાંય વધુ થયો હતો જેટલો કાગળોમાં બતાવવામાં આવ્યો છે.આ મામલામાં મલુક નાગરના સીએની પણ પુછપરછ કરવામાં આવશે.
મલુક નાગરની કંપનીના મૂળ કામ ડેયરીનું છે જે લાંબા સમયથી મદદ ડેયરીને પોતાનું દુધ વેચવાનું કામ કરે છે આજની કાર્યવાહી આવકવેરા ટેકસની લખનૌ વિંગ તરફથી કરવામાં આવી રહી છે.મલુક નગરના દિલ્હી ખાતે આવાસ પર પણ આવકવેરાની ટીમે કાર્યવાહી કરી હતી.
ઉત્તરપ્રદેશના બિજનૌર જનપદથી સાંસજ મલુક નાગરના નિવાસ પર આવક વેરાની ટીમે આજે દરોડા પાડયા હતાં. દરોડા દરમિયાન ટીમની સાથે મોટી સંખ્યામાં પીએસી તહેનાત હતી કહેવાય છે કે આવકવેરાની ટીમ ચાર ગાડીઓમાં પહોંચી હતી તેમાં દિલ્હી મુરાદાબાદ અને લખનૌના અધિકારીઓ પહોંચ્યા છે. જયારે સાંસદના નિવાસના સુત્રો અનુસાર લગભગ દોઢ ડઝન અધિકારી સાડા આઠ વાગ્યાથી કાર્યવાહીમાં લાગ્યા હતાં જે મોડે સુધી ચાલી હતી જાેકે અધિકારીઓએ કાંઇ પણ કહ્યું ન હતું.HS