રાજ્યભરમાં આજથી ર૦ નવેમ્બર દરમ્યાન આર્ત્મનિભર ગ્રામ યાત્રા યોજાશે

અમદાવાદ, મહેસાણા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્ત્મનિભર ગ્રામયાત્રાનો પ્રારંભ ગોઝારીયા ગામેથી શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી કરવાનાર છે. જિલ્લા પંચાયતની તમામ બેઠકોમાં ગ્રામયાત્રાના રથો દ્વારા વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાપર્ણ થનાર છે.
જિલ્લા ના ૧૨ વિભાગો દ્વારા આ ત્રિ-દિવસીય કાર્યક્રમોમાં વિવિધ વિકાસ કામોના ખાતમુર્હુત-લોકાર્પણ થનાર છે.જેમાં ૧૨ વિભાગોના કુલ રૂ. ૩૩૫૭.૧૦/- લાખના કામોના ખાતમુર્હુત/લોકાર્પણ થનાર છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન, વિવિધ કેમ્પ અને નિદર્શન શિબિરો,
યોજનાકીય લાભોના પેમ્પ્લેટ વિતરણ, પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન યોજાનાર છે. દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી અંતર્ગત દેશભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧૮ નવેમ્બર થી ર૦ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં ત્રિદિવસીય ‘‘આર્ત્મનિભર ગ્રામ યાત્રાનું આયોજન કરાયું છે.
‘આર્ત્મનિભર ગ્રામયાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતેથી તા. ૧૮મી નવેમ્બરે કરાવશે. આ યાત્રામાં ૧૦૦ જેટલા આર્ત્મનિભર ગ્રામ યાત્રા રથોનું પ્રસ્થાન આ જ દિવસે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મંત્રીમંડળના વિવિધ સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવશે.
આ તમામ રથો ત્રણ દિવસ દરમ્યાન જિલ્લા પંચાયતની ૧,૦૯૦ જેટલી બેઠકો પર સવારે ૮.૦૦ થી ૧ર.૦૦ અને સાંજે ૪.૦૦ થી ૮.૦૦ દરમ્યાન પરિભ્રમણ કરશે. તા.ર૦મી નવેમ્બરના રોજ તાલુકા કક્ષાએ આ યાત્રાનો સમાપન સમારોહ યોજાશે.