બસ-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચારનાં મોત
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા છે. ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બોડેલી-વડોદરા હાઇવે પર છુછપુરા પાસે થયો હતો. મળતી માહિતી પ્રમાણે એસટી બસની ટક્કર એટલી જાેરદાર હતી કે કારમાં ફસાયેલા લોકોએ અંદર જ દમ તોડી દીધો હતો.
તેમને બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. અકસ્માત મોડી રાત્રે થયો હતો. મળતી માહિતી પ્રમાણે બોડેલી-વડોદરા હાઈવે પર છુછપુરા પાસે મધ્ય રાત્રિએ એક એસટી બસ અને ક્રેટા કાર વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર ચારેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચા નીકળી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે એસ.ટી. બસ કાલાવડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હતી. જ્યારે ક્રેટા કાર મધ્ય પ્રદેશના પાર્સિંગની છે. બસમાં સવાર તમામ લોકોને કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી.
એવી પણ માહિતી મળી છે કે મધ્યરાત્રિએ અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. એટલે કે મૃતદેહો બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલા લોકો એટલે કે કારમાં સવાર લોકો મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને સંખેડા સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અહીં પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે કાલાવડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની બસ કાલાવડથી છોટાઉદેપુર આવી રહી હતી. આ દરમિયાન રાત્રિના સમયે અકસ્માત થયો હતો. ટક્કર એટલી જાેરદાર હતી કે બસના આગળના ભાગને પણ નુકસાન થયું હતું. જેસીબીની મદદથી કારમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા હતા.