બસ ચીફ ઓફિસર સાહેબ બસ તળાવની સુંદરતા રહેવા દો ?
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રાજા રજવાડા વખતે પાણી ની સમસ્યા ને લઈને જેતે સમયે ભખર નામ ના રાજા દ્વારા ખોલાવવામાં આવેલ ભાખરીયા તળાવ ના અસ્તિત્વ ઉપર આજે પ્રાંતિજ નગરપાલિકાના ના ચીફ ઓફિસર ની મનમાની ને લઈને ખતરો .
પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રાંતિજ નગરમાંથી ઉઘરાવવા આવતો ધન કચરો ભાખરીયા તળાવ માં ઠાલવવામાં આવતા હાલતો નગરજનો માં રોષ જોવા મળી રહ્યો છે અને આજ રીતે જો પ્રાંતિજ નગરમાંથી ઉઠાવવામાં આવેલ ધન કચરો હાલ છેલ્લા કેટલાય મહિનાઓથી ભાખરીયા તળાવ માં ઠાલવવામાં આવતા ભાખરીયા તળાવ ની સુંદરતા ની સાથે તેના અસ્તિત્વ ઉપર અસર પડી છે
ત્યારે હાલતો રોજના સાત થી પણ વધારે છોટાહાથી તથા બે જેટલા ટ્રેકટરો જેટલો ધન કચરો ભાખરીયા તળાવ માં પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર ની મહેરબાની થી ઠાલવવામાં આવે છે તો જો ભાખરીયા તળાવ માં ધન કચરો આજ રીતે ઠાલવવામાં આવશે તો ભાખરીયા તળાવ ને બદલે કદાચ ધન કચરો તળાવ બની જાય તો નવાઇ નહી ત્યારે હાલતો ધન કચરાની સાથે-સાથે નગરમાં મૃત્યુ પામેલા જાનવરો પણ અહી નાખવામાં માં આવે છે
તો તળાવ ની આજુબાજુ વિકાસ ની તો વાતો કયાંય રહી ગઇ પણ તળાવ ને હાલ નાબુદ કરવાની વાતો છે તો તળાવ બાજુ થી પ્રસાર થતા ખેડૂતો નું તો કહેવું છે કે ધન કચરા ને લઈને અહી ખરાબ બંદબુ મારે છે અને નાક ના ટેરવા પણ ચડી જાય છે
જયારે ભાખરીયા તળાવ ની બાજુ માંજ ગામ નજીક અને આજુબાજુ માં સોસાયટીઓ આવેલ હોવાથી ગંદકી ને લઈને હાલતો મોટો રોગચાળો પણ વકરે તો નવાઇ નહી ત્યારે હાલતો નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલ ની મનમાની ને લઈને નગરનો ધન કચરો ડમ્પીંગ સ્ટેશન ની જગ્યાએ ભાખરીયા તળાવ માં ઠાલવવામાં આવતા નગરજનો માં રોષ જોવા મળી રહ્યો છે . પ્રાંતિજ .