Western Times News

Gujarati News

બસ સ્ટેન્ડ પાછળ દર્દીઓ લઇ આવતા રાજસ્થાની મુસાફર ચાલકોની દાદાગીરી સામે તંત્ર લાચાર

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુખાવા સમાન બની છે મોડાસા શહેરના બસ સ્ટેન્ડ પાછળ મોટા પ્રમાણમાં ખાનગી હોસ્પિટલો આવેલી હોવાથી જીલ્લા સહીત રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર લેવા પેસેન્જર વાહનો અને ખાનગી વાહનો મારફતે પહોંચતા હોય છે

આડેધડ પાર્કીંગ કરતા હોવાથી સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પર મનફાવે તેમ વાહનો ઉભા રાખી દેતા હોવાથી છાસવારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે રાજસ્થાનના ખાનગી વાહનચાલકો રોડ પર જીપો ઉભી રાખી બિન્દાસ્ત પેસેન્જર ભરતા-ઉતારતા હોવાથી સ્થાનિક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પર જીપ ઉભી રાખી મુસાફરો ભરતા રાજસ્થાની જીપ ચાલકને સ્થાનીક વાહનચાલકે જીપ સાઈડમાં મુકવા કહેતા

રાજસ્થાની ડ્રાઇવર ઉશ્કેરાઈ જઈ સ્થાનિક વાહન ચાલક સાથે ધક્કામુક્કી કરતા અન્ય રાજસ્થાની ડ્રાઇવર અને તેના મળતિયા દોડી આવ્યા હતા અને સ્થાનીક વાહનચાલક સાથે ઝગડો કરતા ઘર્ષણની સ્થિતી પેદા તથા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા તંગદીલી ભર્યાં વાતાવરણનું નિર્માણ થવા છતાં ૧૦૦ મીટર દૂર રહેલી લિઓ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મી કે ટીઆરબી જવાન મામલો થાળે પાડવાની તસ્દી પણ લેવાનું ચુક્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.