Western Times News

Gujarati News

બહાદૂર વિનીતા ચૌધરીએ ૩૦ પર્યટકોનાં જીવ બચાવ્યા

ગાઝિયાબાદ: હિમાચલ પ્રદેશમાં મોનસુનના રાજ્યના જ નહીં અન્ય રાજ્યોના અનેક પરિવારોના ચિરાગને પણ છીનવી લીધા છે. વરસાદ અને વાદળા ફાટવાથી અત્યાર સુધી અનેક લોકોના જીવ ગયા છે. ખાસ કરીને કુલ્લુ અને લાહૌલમાં વરસાદે જાેરબાદ તબાહી મચાવી છે. આઈટીબીપી, એનડીઆરએફ અને સ્થાનિક પોલીસની મદદથી લાશોને બહાર કાઢવામાં આવી રહી છે. ગુમ લોકો માટે સર્ચ અભિયાન ચાલું છે. ગત બુધવારે કુલ્લુ જિલ્લામાં અચાનક વાદળું ફાટવાથી યુપીના ગાઝિયાબાદની રેહનારી વિનીતા ચૌધરીનું મોત થયું હતું. વિનીતા પાણીના તેજ વહેણમાં તણાઈ ગઈ હતી.

વિનીતા ટેન્ટમાં ઉંઘી રહેલા ૩૦ પર્યટકોનો જીવ બચાવવા માટે પોતાની જિંદગી દાંવ પર લગાવી દીધી હતી. વિનીતાએ બધા પર્યટકોને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડ્યા હતા. પરંતુ પોતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ગત ૨૫ જૂને જ વિનીતા ગાઝિયાબાદથી કુલ્લુ પહોંચી હતી. ૨૫ વર્ષની વિનીતા ચૌધરી ઝાજિયાબાદના લોની ક્ષેત્રની નિસ્તોલી ગામની રહેનારી હતી. કુલ્લુ જિલ્લાના એસપીએ વિનીતાના બહેનની ખબર પુષ્ટી કરતા કહ્યું કે રેસ્ક્યૂ ટીમ હજી તેની શોધમાં લાગી છે.

બાદલ ફાટવાથી મણિકર્ણ ઘાટીમાં બ્રહ્મગંગા નાળામાં કુલ ત્રણ લોકો તણાયા છે. જેમાંથી એક વિનીતા પણ છે. જ્યારે બે વ્યક્તિઓ બ્રહ્મગંગાનો રહેવાશી છે. વિનીતા તણાયાના સમાચાર મળતા જ તેનો પરિવાર કુલ્લુ પહોંચી ગયો હતો. વિનીતા પોાતના એક દોસ્તની સાથે કુલ્લુની પાર્વતી વેલીમાં કસૌલ હાઇટ્‌સ નામની એક રિસોર્ટ્‌ ચલાવતી હતી. જ્યારે વાદળું ફાટ્યુ

ત્યારે રિસોર્ટની કેમ્પિંગ સાઈટ ઉપર મેનેજર તરીકે કાર્યરત હતી. વિનીતાના પરિજનો પ્રમાણે તે ૨૭ જુલાઈના દિવસે જ વિનીતાના ઘરના લોકો સાથે વાત કરી હતી. વિનીતા ડીએસએસબીની તૈયારી કરી રહી હતી. ૨ ઓગસ્ટે તેનું પેપર હતું. અને બુધવારે ૨૮ જુલાઈએ તે ગાઝિયાબાદ જાવાની હતી. પ્રત્યદર્શીઓ પ્રમાણે બુધવારે સવારે જ્યારે વિનીતા પોતાના રિસોર્ટમાં ફરી રહ્યો હતો. ત્યારે વાદળું ફાટ્યું હતું. જેથી બ્રહ્મગંગા નાળામાં અચાનક પાણી ભારે પ્રવાહ આવે છે.

આ જાેઈને તેણે બુમો પાડી હતી. આ સમયે ટેન્ટમાં ૩૦ પર્યટકો ઊંઘી રહ્યા હતા. વિનીતાના પાર્ટનર અર્જુને પણ પર્યટકોને ઉઠાડ્યા અને તેમને સુરક્ષિત જગ્યાએ મોકલવાનો પ્રયત્નો શરુ કર્યા હતા. અને પર્યટકોએ ટેન્ટના નાળાથી બિલ્કુલ નજીક હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.