બહાર ગયેલી પરીણિતા પર કાકા સસરા દ્વારા દુષ્કર્મ
સુરત: સુરત શહેરના અડાજણ ખાતે બાંધકામની સાઇટ પર રહેતી એક મહિલા પર તેના કાકા સસરાએ બળાત્કાર ગુજાર્યાનો બનાવ બન્યો છે. મહિલા રાત્રે લઘુશંકા કરવા માટે ગઈ હતી ત્યારે આરોપીએ તેનું મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે જ આ વાત કોઈને કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે તે સમયે મહિલાએ આ વાત કોઈને કહી ન હતી અને તેણી પોતાના વતન મધ્ય પ્રદેશમાં ચાલી ગઈ હતી. અહીં પરિવારના લોકોને આ અંગે જાણ કરી હતી.
જે બાદમાં પરિવારે મધ્ય પ્રદેશ ખાતે ફરિયાદ આપી હતી. મધ્ય પ્રદેશ પોલીસે આ ફરિયાદ સુરત મોકલતા અડાજણ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સુરતના અડાજણ ખાતે આવેલા પાલનપુર પાટીયા પાસે બાંધકામની સાઈડ પર રહેતી એક પરિણીતા પોતાના પતિ અને અન્ય સંબંધી સાથે રહેતી હતી. મહિલા પરિવાર સાથે બાંધકામની સાઇટ પર એક ઝૂંપડામાં રહેતી હતી. આસપાસ અન્ય મજૂરો પણ ઝૂંપડા બનાવી રહેતા હતા. એક ઝૂંપડાઓમાં મહિલાનો કાકાજી સસરો પુંજા મેહજી ખરાડી પણ રહેતો હતો.
તે પણ મજૂરીકામ કરતો હતો. ગત તારીખ ૧૪ જાન્યુઆરીએ પરિણીતા રાત્રિના સમયે લઘુશંકા માટે ગઇ હતી. આ સમયે તેનો કાકો સસરો પુંજા પાછળ ગયો હતો અને મહિલાનું મોઢું દબાવીને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજારનાર કાકા સસરા આ વાત કોઈને ન કહેવાની ધમકી આપી હતી. મહિલા મૂળ મધ્ય પ્રદેશની વતની હોવાથી આ વાત કોઈને કહી ન હતી. થોડા દિવસ બાદ પરિણીતા પતિ સાથે પોતાના વતન પરત ફરી હતી. જ્યાં તેણીએ પોતાની સાથે બંનેલી ઘટનાની જાણકારી પોતાના પતિને આપી હતી.
જે બાદમાં પરિણીતાના પતિએ પત્ની સાથે બનેલી ઘટના મામલે પોલીસ ફરિયાદ કરી હતી. સમાજની મધ્યસ્થી થયા બાદ પરિણીતાએ મધ્ય પ્રદેશમાં કાકા સસરા સામે ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ લઈને આ ગુનો સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં બનેલો હોવાથી ફરિયાદ સુરત ખાતે ટ્રાન્સફર કરી હતી. આ મામલે હવે અડાજણ પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી કરી છે.