બહા SAE ઇન્ડિયા 2021ની 14મી એડિશનનો પ્રારંભ
ફાઇનલ માટે 172 એન્જિનીયરિંગ કોલેજોમાંથી 200 એન્ટ્રીની પસંદગી
પૂણે, વ્યવસાયિક સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનીયર્સ એસએઇઇન્ડિયાએ આજે આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ બહા એસએઇઇન્ડિયા 2021 સીરિઝ (ડિજિટલ ઇવેન્ટ)ની 14મી એડિશન શરૂ થયાની જાહેરાત કરી હતી.
બહા એસએઇઇન્ડિયા 2021 માટે ભારતમાં તમામ એન્જિનીયરિંગ કોલેજોમાંથી 200 એન્ટ્રી મળી હતી, જેમાંથી 150 ટીમે પરંપરાગત એમ-બહા માટે અને 50 ટીમોએ ઇ-બહા ઇવેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
બહા એસએઇઇન્ડિયા વિદ્યાર્થીઓને ચાર દિવસના અભ્યાસક્રમમાં વિવિધ શ્રેણીબદ્ધ ઇવેન્ટમાં સામેલ થવા સિંગલ-સીટર ફોર-વ્હીલ્ડ ઓલ-ટેરેન વ્હિકલ (એટીવી)ની ડિઝાઇન બનાવવા, એનું નિર્માણ કરવા, પરીક્ષણ કરવા અને માન્યતા માટે કામગીરી સુપરત કરશે.
બહા એસએઇઇન્ડિયાની ઊડીને આંખે વળગે એવી ખાસિયત દર વર્ષે નવી થીમનો સ્વીકાર છે. બહા એસએઇઇન્ડિયા 2021 બહા એસએઇઇન્ડિયા 2021 અવરોધોને તકમાં ફેરવીને ‘એમ્બ્રાસિંગ ચેલેન્જીસ (પડકારોને ઝીલવા)’ પ્રેરિત કરે છે. દુનિયા એના અસ્તિત્વ સામે ઊભા થયેલા પ્રશ્રનો સામનો કરે છે
અને સાથે સાથે ઓટોમોટિવ ઉદ્યોગે વાહનના ઇલેક્ટ્રિફિકેશન, ઉત્સર્જન અને ક્રેશના કડક નિયમો વગેરે અપનાવ્યા હોવાથી બહા એસએઇઇન્ડિયા યુવાન એન્જિનીયરિંગ લીડર્સને આ સ્થિતિસંજોગોનો સ્વીકાર કરવાનો અને ઓફ-રોડ ઓલ-ટેરિન વ્હિકલ્સના નવા અને રોમાંચક ભવિષ્ય તરફ દોરી જતા પથપ્રદર્શક વિચારો કરવાના પડકારો પ્રસ્તુત કરે છે.
આ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ હિતધારકોના આરોગ્યન સલામતીને ધ્યાનમાં રાખીને પડકારોની ઝીલીને બહા એસએઇઇન્ડિયા 2021 એડિશન પહેલીવાર ડિજિટલ પ્લેટફોર્મ પર યોજાશે, જેમાં સ્થિર અને ગતિશીલ કાર્યક્રમોનું આયોજન સામેલ છે.ઇવેન્ટના સંશોધિત માળખા માટે મુખ્ય કારણો રોગચાળાની ગંભીર સ્થિતિ અને સામુદાયિક સ્વાસ્થ્ય માટે અમારી જવાબદારી છે.
આ કારણસર 10,000 વિદ્યાર્થીઓ, નિર્ણાયકો, ફેકલ્ટીઓ અને સ્વયંસેવકોને સાંકળતી પ્રત્યક્ષ ઇવેન્ટનું આયોજન કરવાનો કોઈ વિકલ્પ નથી. ઉપરાંત ટીમોને તેમના સંબંધિત કેમ્પસમાં પુનરાગમન પર આગામી સેમિસ્ટરમાં જે શૈક્ષણિક દબાણ અને પરીક્ષાના કાર્યક્રમનું ભારણ ઉઠાવવું પડશે એને ધ્યાનમાં રાખીને અમારું માનવું છે કે, સહભાગીઓને વ્યક્તિગત ઇવેન્ટ માટે તેમની એટીવીના ઉત્પાદન, પરીક્ષણ અને માન્યતાના સંબંધમાં મર્યાદિત સમયરેખાને વળગી રહેવું અને તેમના બજેટની જરૂરિયાતમાં અનુકૂલન સાધવામાં અતિ મુશ્કેલ પડશે.
અગાઉની એડિશનોને અનુરૂપ બહા એસએઇઇન્ડિયા દ્વારા પ્રદાન કરવામાં આવેલી શૈક્ષણિક તકો જાળવી રાખવા બહા એસએઇઇન્ડિયા ઓસીએ 2021ની એડિશન માટે ડિજિટલ સ્ટેટિક ઇવેન્ટ્સ સાથે સંયુક્તપણે ઓટોમોટિવ સિમ્યુલેશન સોફ્ટવેરની મદદ સાથે વર્ચ્યુઅલ ડાયનેમિક ઇવેન્ટ યોજવાનો નિર્ણય લીધો છે.
બહા એસએઇઇન્ડિયા 2021 ઇવેન્ટ 2 તબક્કામાં યોજાઈ છે. પ્રથમ તબક્કા એટલે કે બહા એસએઇઇન્ડિયા 2021નો પ્રાથમિક રાઉન્ડ 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર, 2020 સુધી યોજાયો હતો, જેમાં ટીમોને ઓટોમોટિવ/રુલબુક ક્વિઝ અને મૂલ્યાંકન સાથે તેમની બુગીનો ડિઝાઇન રિપોર્ટ સબમિટ કરવાનું કહેવાયું હતું. આ મૂલ્યાંકન એલિમેશન રાઉન્ડ નહોતો, પણ ટીમોએ પ્રાપ્ત કરેલો સ્કોર એના ફાઇનલ સ્કોરમાં ઉમેરાશે.
બીજા તબક્કામાં સ્ટેટિક ઇવેન્ટ્સ સામેલ હશે, જે પર્સનલાઇઝ વીડિયો કોન્ફરન્સિંગ સોફ્ટવર પર યોજાશે. ત્યારબાદ ડાયનેમિક ઇવેન્ટ્સ આઇપીજી કારમેકર દ્વારા વર્ચ્યુઅલી યોજાશે. વર્ચ્યુઅલી ડાયનેમિક ઇવેન્ટ્સમાં એક્સલરેશન પર્ફોર્મન્સ, બ્રેક પર્ફોર્મન્સ, ગ્રેડેબિલિટી પર્ફોર્મન્સ, મેનુવરેબિલિટી પર્ફોર્મન્સ, સસ્પેન્શન અને ટ્રેક્શન પર્ફોર્મન્સ તેમજ ઓલ-ટેરિન પર્ફોર્મન્સ સામેલ હશે.
આ પ્રસંગે બહા એસએઇઇન્ડિયા 2021ના કન્વેનર શ્રી હર્ષિત મર્ચન્ટે કહ્યું હતું કે, “ચાલુ વર્ષે જીવંત બહાના જુસ્સાને જાળવી રાખવા અભૂતપૂર્વ કસોટીનો સામનો કર્યો છે. અમારી થીમ ‘એમ્બ્રાસિંગ ચેલેન્જીસ’ એની સાથે અતિ સુસંગત છે. દુનિયાભરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને તમામ વ્યક્તિઓના આરોગ્યની સલામતી કેન્દ્રસ્થાને આવી ગઈ છે તથા ચાલુ વર્ષે અમે ફોર્મેટ બનાવી એ સમયે એને ધ્યાનમાં રાખી છે.”
આ પ્રસંગે એસએઇઇન્ડિયાના પ્રેસિડન્ટ શ્રીમતી રશ્મિ ઉર્ધવરેશેએ કહ્યું હતું કે, “બહા એસએઇઇન્ડિયા મૂલ્યો, સિદ્ધાંતોને પ્રેરિત કરે છે તથા આ એન્જિનીયરિંગના હજારો વિદ્યાર્થીઓને તેમની કુશળતાને વ્યવહારમાં ઉતારવાની તક પ્રદાન કરે છે. બહામાં સ્પર્ધાત્મક વાતાવરણ તેમને હંમેશા નવું શીખવાની બાબતમાં મોખરે રાખે છે તથા તેઓ ઉદ્યોગના સ્પર્ધાત્મક વાતાવરણમાં પ્રવેશ કરે એ અગાઉ વ્યક્તિની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
સ્પર્ધા તેમને વાસ્તવિક જીવનમાં ઉપયોગિતાને ઉતારવા સક્ષમ બનાવે છે તેમજ ડિઝાઇન, માન્યતા, માર્કેટિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ટીમવર્ક વગેરે સાથે સંબંધિત કુશળતાઓ વધારવામાં મદદરૂપ થાય છે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને તેમની અંદર નેતૃત્વના ગુણો ખીલે છે. હકીકતમાં આ તમામ ખાસિયતો બહા એસએઇ ઇન્ડિયાને તૈયાર એન્જિનીયર્સની વધુ એક પેઢી ઊભી કરવામાં પ્રદાન કરે છે. હું બહા એસએઇ ઇન્ડિયા 2021માં સહભાગી થયેલી તમામ ટીમોને શુભેચ્છા આપું છું.”
આ પ્રસંગે ચિતકારા યુનિવર્સિટીના પ્રો-ચાન્સેલર ડો. મધુ ચિતકારાએ કહ્યું હતું કે, “મને વર્ષ 2015થી બહા એસએઇઇન્ડિયા સાથે જોડાવાની ખુશી છે. આ ઇવેન્ટ દર વર્ષે વધુને વધુ મજબૂત થઈ જાય છે. હાલ રોગચાળાની સ્થિતિમાં પણ શિક્ષણ ચાલુ રાખવું પડશે. આ ઇવેન્ટમાં સિમ્યુલેશન મોડલની આ નવી વિભાવના માટે અમે અમારી ચિતકારા યુનિવર્સિટીમાં આ ઇવેન્ટ ઓનલાઇન યોજવા માટે જરૂરી તમામ સંસાધનો સાથે બહા એસએઇઇન્ડિયાને તાત્કાલિક અમારો ટેકો આપ્યો છે. યજમાન સંસ્થા તરીકે હું સભાગી થયેલી તમામ ટીમોને શુભેચ્છા આપું છું અને ઇવેન્ટનો નવો માપદંડ સ્થાપિત કરવા આયોજક સમિતિની પ્રશંસા કરું છું.”
ભારતમાં બહા એસએઇઇન્ડિયા (સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનીયર્સ)એ વર્ષ 2007માં એની સફર શરૂ કરી હતી તથા ડો. પવન ગોએન્કા (એસએઇઇન્ડિયાના પ્રેસિડન્ટ તરીકેના તેમના ગાળા દરમિયાન)ના નેતૃત્વમાં અને ડો. કે સી વોરાની કન્વેનરશિપમાં ઇવેન્ટની શરૂઆત થઈ હતી.
એસએઇઇન્ડિયાએ આટલી મોટી મેગા-ઇવેન્ટ યોજવા અજાણ્યા વિસ્તારમાં પ્રવેશ કરતા, એનએટ્રિપ એના આગામી પ્રૂવિંગ ગ્રાઉન્ડ – ઇન્દોરના પિથમ્પુરમાં સ્થિતિ નેટ્રેક્સમાં ઝોન અંકિત કરીને મદદ કરવા આગળ આવી હતી. એ જ રીતે બહા એસએઇઇન્ડિયાના બીજા તબક્કાનું આયોજન પંજાબમાં કરવા ચિતકારા યુનિવર્સિટી આગળ આવી હતી.
ચાલુ વર્ષ ચિતકારા યુનિવર્સિટી યજમાન સંસ્થા અને મુખ્ય પ્રાયોજક છે, બીપીસીએલ સહપ્રાયોજક છે અને મિશેલિન ટાયર્સ સિલ્વર સ્પોન્સર છે. આઇપીજી કાર મેકરે ટીમોને 1000 લાઇસન્સ આપીને તેમના પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજવા મંજૂરી આપી છે.
અન્ય પ્રાયોજકો એઆરએઆઈ, એવીએલ, એએનએસવાયએસ, એએલટીએઆઇઆર, આનંદ ઓટોમોટિવ, બ્રિગ્ગસ અને સ્ટ્રેટ્ટન ક્યુમિન્સ, હીરો મોટો કોર્પ, હેક્ઝાગોન-એમએસસી કોર્પોરેશન, મહિન્દ્રા મેથવર્ક્સ, એનએટ્રિપ, પાવર ઇક્વિપમેન્ટ્સ, વેરોક, વિટેસ્કો ટેકનોલોજીસ વગેરેએ ઇવેન્ટને ટેકો આપવાની પુષ્ટિ કરી છે.આ ઇવેન્ટને એસઆઇએએમ, એસીએમએ, એએસડીસી અને એઆઇસીટીઆઈનો પણ ટેકો છે.