બહુચરાજીમાં યુવક યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી
મહેસાણા: મહેસાણાના બહુચરાજીના રામનગર ગામની સગીરા અને યુવક તારીખ ૬ની રાતે ભાગી ગયા હતાં આ બંન્નેનો મુળી તાલુકાના નાયકા ગામના ખેરમાંથી ગળેફાંસા ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે. ખેતરના માલિકે આ અગે પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ત્યાંથી એક મોબાઇલવ મળી આવ્યો હતો આ સાથે તેમના આધાર કાર્ડ અને સૌરાષ્ટ્ર બાજુ જે હોટલમાં રહ્યાં હતાં ત્યાંના કાર્ડ મળી આવ્યા હતાં.
આધાર કાર્ડ પ્રમાણે બહુચરાજી તાલુકાના રામનગર રાંતેજમાં રહેતા સેંધાજી મૂળસંગજી ઠાકોરને તેમના વિસ્તારમાં રહેતી સગીરા રોશની ૧૫ વર્ષની હતી જયારે યુવક રણછોડજી ઠાકોર ૨૦ વર્ષનો હતો
પોતાના જીવન ટુંકાવતા પહેલા આ પ્રેમી પંખીડાએ મોબાઇલમા એક વીડિયો પણ ઉતાર્યો હતો જેમાં તેઓ કહે છે કે અમે પ્રેમથી હારીને અને એકબીજા સાથે ન રહી શકવાના ડરથી જાતે મોતને વહાલુ કરીએ છીએ આમાં અમારા પરિવારોને દોષિત ન ઠેરવશો
આ બંન્ને જણા ૬ ડિસેમ્બરે ધરેથી કોઇને કહ્યું વગર નિકળી ગયા હતાં ત્યારથી જ બંન્નેના પરિવારો તેમને શોધી રહ્યાં હતાં પરંતુ કયાંય તેઓ મળ્યા ન હતાં જે બાદ એક ખેતરમાંથી બંન્નેની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી આ લોકોએ થોડા દિવસ પહેલા ગળે ફાંસો ખાધેલો હોય તેેવું પ્રાથમિક તારણમાં સામે આવ્યું રહ્યું છે.
યુવકનો મૃતદેહ થોડો નીચે હોવાને કારણે જનાવરોએ તેને થોડો ફાડી પણ ખાધો હતો આ ધટનાની જાણ પરિવારને કરતા બંન્ને પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.