બહુચરાજી માતાજીના મંદિરની આરતીના સમયમાં ફેરફાર કરાયો

મહેસણા,સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી બહુજરાતી માતાજી મંદિર, બહુચરાજીમાં આવતા યાત્રાળુઓની સગવડતા માટે તારીખ ૧૭ મે ૨૦૨૨ ને વૈશાખ વદ એકમથી બહુચરાજી માતાજી મંદિર, બહુચરાજી ખાતે માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
જેમાં સવારે આરતી ૦૬-૩૦ કલાકે, સાંજે આરતી ૦૭-૩૦ કલાકે અને દર્શનનો સમય સવારના ૦૫ કલાકથી રાત્રીના ૦૯ કલાક સુધી રહેશે તેમ વહીવટદાર શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજીની અખબારી યાદીમાં જણાવાયું છે.hs3kp