બહુપક્ષવાદ ગંભીર ખતરામાં, સંયુકત રાષ્ટ્રમાં સુધારનો સમય: જયશંકર
નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બહુપક્ષવાદ ગંભીર ખતરામાં છે અને સંયુકત રાષ્ટ્રમાં સુધાર વૈશ્વિક સમુદાયના હિતમાં છે. જયશંકરે કહ્યું કે જાે આપણે તે જ રીતે જારી રાખીએ છીએ જે પ્રકારે વર્તમાનમાં છે અને આ તથ્યને જાેતા કે આપણી વચ્ચે સંયુકત આધાર ખુબ ઓછો છે.ખાસ કરીને પી૫ દેશોની વચ્ચે પાંચ સ્થાયી મહાશક્તિઓ.આપણે સંયુકત રાષ્ટ્રને ઓછુ વિશ્વસનીય ઓછા પ્રાસંગિક બનાવીશું અને મને નથી લાગતુ કે વિશ્વ આમ ઇચ્છે છે.
વિદેશ મંત્રી પુસ્તક પોટ્રેટ્સ ઓફ પાવર હાફ એ સેંચુરી ઓફ બીઇગ એટ રિંગ સાઇડના વિમોચન દરમિયાન પેનલ ચર્ચા દરમિયાન બોલી રહ્યાં હતાં.આ પુસ્તક પૂર્વ નોકરશાહ અને નાણાં પંચના અધ્યક્ષ એન કે સિંહે લખ્યું છે.જયશંકરે કહ્યું કે હવે સમય છે કે સંયુકત રાષ્ટ્રમાં સુધાર કરવામાં આવે અને ભાષણો તથા પ્રતિબધ્ધતાઓથી આગળ વધી શકાય.
તેમણે કહ્યું કે જો તેમાં ગંભીર થવાનું છે તો તેના પર વાતચીત થવી જાેઇએ વાતચીતનો અર્થ લેખિત અને રેકોર્ડ.વાતચીતનો અર્થ તમે તેને એ પાસાથી બી પાસા પર લઇ જાવ અને પછી તેને બી પાસાથી સી પાસા સુધી લઇ જાવ.એ યાદ રહે કે ગત મહીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે સંયુકત રાષ્ટ્ર વ્યાપક સુધારા વિના વિશ્વાસના સંકટનો સામનો કરી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે અમે જુના માળખાની સાથે અનેક નવા પડકારોનો સામનો કરી શકીશું નહીં.વ્યાપક સુધાર વિના સંયુકત રાષ્ટ્ર વિશ્વાસના સંકટનો સામનો કરી રહ્યું છે.
જયશંકરે કહ્યું કે બહુપક્ષવાદ આજે ગંભીર ખતરો છે તેમણે કહ્યું કે દ્વિતીય વિશ્વ યુધ્ધ બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિએ વાસ્તવિક બહુપક્ષવાદ રજુ કર્યો પરંતુ આજે આપણે હિતોનું વધુમાં વધુ સંતુલન જાેઇ રહ્યાં છીએ.HS