Western Times News

Gujarati News

બહુમતિથી સરકાર ચાલે છે સહમતિથી દેશ: વડાપ્રધાન

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનસંધના સંસ્થાપકોમાંથી એક રહેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથી પ્રસંગ પર ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત આજે રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી આગળ વધી રહ્યું છે મોદીએ કહ્યું કે આજે જયારે દેશમાં આટલો સકારાત્મક બદલાવ આવી રહ્યો છે પુરી દુનિયામાં ભારતનું કદ વધી રહ્યું છે તો કોણ ભારતીય હશે જે ખુશ થઇ રહ્યો ન હોય આજે વિશ્વભરમાં ફેલાયલ ભારતીય સમુદાય જે ગર્વની સાથે જીવી રહ્યાં છે તેનું કારણ ભારતમાં થઇ રહેલ ગતિવિધિ છે.તેમણે કહ્યું કે એક સમય હતો જયારે ભારતને હથિયારો માટે બીજા દેશો પર નિર્ભર રહેવું પડતુ હતું પંંરંતુ આજે ભારત આ મામલામાં આત્મનિર્ભર થઇ ચુકયું છે.

મોદીએ કહ્યું કે ૧૯૬૫માં ભારક પાક યુધ્ધ દરમિયાન ભારતને હિથાયર માટે વિદેશો પર નિર્ભર રહેવું પડતુ હતું દીનદયાલ જીએ તે સમયે કહ્યું હતું કે આપણે એક એવા ભારતનું નિર્માણ કરવાની જરૂરત છે જે ફકત કૃષિમાં જ નહીં પરંતુ રક્ષા અને હથિયારોમાં પણ હોય આજે ભારતમાં ડિફેંસ કોરિડોર બની રહ્યો છે મેડ ઇન ઇન્ડિયા હથિયાર બની રહ્યાં છે અને તેજ જેવા ફાઇટ જેસ્ટનું નિર્માણ થઇ રહ્યું છે.

મોદીએ કહ્યું કે આપણે રાજનીતિમાં સર્વસમ્મતિને મહત્વ આપીએ છીએ મેં સંસદમાં કહ્યું હતું કે બહુમતથી સરકાર ચાલે છે પરંતુ દેશ સહમતિથી ચાલે છે.આપણે ફકત સરકાર ચલાવવા આવ્યા નથી દેશને આગળ લઇ જવા આવ્યા છીએ આપણે ચુંટણીમાં એક બીજાની વિરૂધ્ધ લડીએ છીએ તેનો અર્થ એ નથી કે આપણે એક બીજાનું સમ્માન કરતા નથી.

વડાપ્રધાને કહ્યું કે આજે આત્મનિર્ભર ભારત અભિયાન દેશના ગામ ગરીબ કિસાન મજદુર અને મધ્યમવર્ગના ભવિષ્ય નિર્માણનું માધ્યમ બની રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રકચરની દિશામાં થઇ રહેલ મોટા પરિવર્તન પણ સામાન્ય માનવીના જીવનને સરલ બનાવશે દેશને એક નવી અને ભવ્ય ઓળખ આપશે વડાપ્રધાને આગળ કહ્યું કે સામાજિક જીવનમાં એક નેતાએ કેવું હોવું જાેઇએ ભારતના લોકતંત્ર અને મૂલ્યોનું કેવી રીતે જીવવું જાેઇએ દીનદયાલજી તેના માટે ખુબ મોટું ઉદાહરણ છે તેમણે કહ્યું કે કોરોનાકાળમાં દેશે અત્યોદયની ભાવનાને સામે રાખી અને અંતિમ હરોળમાં ઉભેલા દરેક ગરીબની ચિંતા કરી તેમણે કહ્યું કે આત્મનિર્ભરતાની શક્તિથી દેશે એકાત્મ માનવ દર્શનને પણ સિધ્ધ કર્યા છે.

વિપક્ષ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે આપણા રાજનીતિક પક્ષ હોઇ શકે છે અમારા વિચાર અલગ હોઇ શકે છે આપણે ચુંટણીમાં પુરી શક્તિથી એકબીજાની સામે લડીએ છીએ પરંત ુ તેનો અર્થ એ નથી કે આપણે આપણા રાજનીતિક વિરોધીનું સમ્માન ન કરીએ પ્રણવ મુખર્જી,તરૂણ ગોગોઇ એસ સી જમીર તેમાંથી કોઇ પણ રાજનેતા આપણી પાર્ટા કે સંગઠનનો હિસ્સો કયારેય રહ્યો નથી પરંતુ રાષ્ટ્ર પ્રત્યે તેમના યોગદાનનંું સમ્માન કરવું આપણો સંકલ્પ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.