બહેજ રૂપાભવાની મંદિરે માતાજીની સામુહિક મહાઆરતી ઉતારાઈ
ખેરગામ: ખેરગામ તાલુકામાં આવેલા બહેજ ગામના અતિ પ્રાચીન રૂપાભવાની માતાના મંદિરે વિજયા દશમીની રાત્રે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી,જેમાં કામદાર નેતા આરસી પટેલ,નીલમ પટેલ,ધરમપુર એપીએમસીના પ્રમુખ જીવાભાઈ આહીર,અંકિત આહીર,ભાજપ મહામંત્રી અનિલભાઈ પટેલ,ભીખુભાઇ આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહી આરતીમાં ભાગ લીધો હતો.
આરતી બાદ અંતિમ દિવસના ગરબાની રમઝટ બોલાવવા મોટી સંખ્યામાં ભક્તો રૂપાભવાનીના દ્વારે આવી પહોંચ્યા હતા.નવરાત્રીના તમામ રાત્રીએ ખેરગામ તાલુકામાં રૂપાભવાનીના ગરબા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા,પ્રાસંગિક ઉદબોધન કરતા આરસી પટેલે રૂપાભવાની ટ્રસ્ટના આગેવાનો અને યુવાનોને આટલું મોટું અને ઉમદા આયોજન જેમાં નવરાત્રીના તમામ દિવસોમાં હજારો ભક્તો માતાજીના દ્વારે આવી ગરબા રમવા આકર્ષિત બન્યા એવા આયોજન બદલ આયોજકોનો કામગીરી બિરદાવવામાં આવી હતી.અને યુવાનોમાં હંમેશા આવો જ ઉત્સાહ બરકરાર રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી.