બહેનના અસહ્ય ત્રાસથી ભાઈ ઝેરી દવા પીવા મજબુર બન્યો
મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં ભાઈનું મકાન તોડી પાડવાની ધમકી આપતી હતી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ભાઇ બહેનના અતૂટ પ્રેમનું બંધન એટલે રક્ષા બંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક બહેને તેના ભાઈને અસહ્ય માનસીક ત્રાસ આપતા ભાઈ ઝેરી દવા ગટગટાવવા મજબુર બન્યો હોવાની ઘટના મોડાસા શહેરમાં બનતા ભારે ચકચાર મચી છે
મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં એક શ્રમીક યુવકને તેની બહેને યુવકના ઘરને તોડી પાડવાની અને કેસ કરવાની સતત ધમકી આપતા બહેના અસહ્ય બનેલા માનશીક ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા અફડાતફડી મચી હતી યુવકને તેના પરિવારજનોએ તાબડતોડ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો હાલ યુવકની સ્થીતી ગંભીર હોવાથી પરિવારજનોએ રોકોકકળ કરી મૂકી હતી બહેનની કાળી કરતૂત સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો
છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો ઘરેલુ હિંસાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. પરિણામે અનેક લોકોએ મજબૂરીમાં પોતાની જિંદગી ટૂંકાવી દેવા મજબુર બનતા હોવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં શ્રમજીવી જગદીશ રમણભાઈ વાઘેલા તેમના પરીવાર સાથે રહે છે સરકાર તરફથી મકાનની
સહાય મંજુર થતા રમણભાઈ વાઘેલાએ મકાન બનાવવાની શરૂઆત કરતા અગમ્ય કારણોસર તેમની બહેને ભાઈનું મકાન બનતું અટકાવવા રોડા નાખવાનું શરૂ કર્યું હતું અને કલેકટર અને પોલીસને મકાન અટકાવવા અરજી આપવાની અને કેસ કરવાની સતત ધમકી આપતા માંડ માંડ પાકુ મકાન બની રહ્યું છે ત્યારે બહેન જ વિલન બનતા છેલ્લા કેટલાક દીવસથી ઘર નહિ બને તેની ચિંતામાં રહેતા હતા આખરે બહેનના અસહ્ય બનેલા માનશીક ત્રાસના પગલે ગુરુવારે રમણભાઈ વાઘેલાએ ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારજનોને જાણ થતા બેભાન અવ્યસ્થામાં રમણભાઈ ને સારવાર અર્થે મોડાસા સાર્વજનીક હોસ્પિટલમાં ખેસેડાયા હતા ફરજ પરના તબીબોએ યુવકની હાલત ગંભીર હોવાનું જણાવતા પરિવારજનો ચિંતામાં સરી પડ્યા હતા હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
આત્મહત્યાનો પ્રયાસ કરનાર રમણભાઈ વાઘેલાની પુત્રીના જણાવ્યા અનુસાર મારા દાદા-દાદી મરી ગયા ત્યારથી મારી ફોઈ મારા પપ્પાને ત્રાસ આપે છે અને મકાન પણ તોડી પાડવાની ધમકી આપતા મારી પપ્પાએ ઝેરી દવા ગટગટાવી લીધી છે