બહેનોને આર્ટિફિશિયલ જ્વેલરી મેકિંગ તાલીમ અપાઇ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નરોતમ લાલભાઈ ડેવલપમેન્ટ ફંડ તથા રાષ્ટ્રીય ક્રુષિ અને ગ્રામિણ બેંક સંસ્થા દ્વારા અમલીકૃત આર્ટિફિશિયલ જ્વેલરી મેકિંગ તાલીમનું આયોજન ખેડબ્રહ્મા મુકામે તા. ૧૦- ૩ -૨૦૨૧ થી તા. ૨૪-૦૩-૨૦૨૧ ના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું.
આ તાલીમ કાર્યક્રમમાં આજુબાજુના ગામની સખીમંડળની બહેનોને ઝુમ્મર, તોરણ, ફોટો ફ્રેમ, વોલપીસ, બાજુબંધ, મંગલસૂત્ર, મોતીસેટ, બંગડી, પાટલા, કંદોરા, કાનની બુટ્ટી, જાંજર ,પાયલ, અને કિચેઈન વિગેરે બનાવવાની તાલીમ આપવામાં આવી. તાલીમના અંતિમ દિવસે નાબાર્ડના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ મેનેજર શ્રી નવલ કનોરે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આ તાલીમ દ્વારા બહેનો પગભર થઈ શકે અને સમાજમાં સ્વમાનભેર જીવી શકે તે હેતુ છે.
સંસ્થાના ચીફ મેનેજર કાંતિભાઇ પટેલે જણાવ્યું હતું કે તાલીમ બાદ જે બહેનો સ્વરોજગાર કરવા ઈચ્છતા હોય તેમને સંસ્થા તરફથી જરૂરી માર્ગદર્શન અને સહાય આપવામાં આવશે. સંસ્થાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વિનોદભાઈ દેસાઈએ જણાવ્સ્થાયુ કે સ્થાનિક લેવલે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તાલીમ કરવામાં આવી છે . અને બહેનોને તેનો લાભ થશે.. આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મણીભાઈ પટેલે કર્યુ હતુ.*