બહેન આરતી અને બાળકો સાથે કૃષ્ણા ફરવા નીકળ્યો
મુંબઈ, ગત દિવસોમાં કૃષ્ણા અભિષેક મામા ગોવિંદા સાથેનાં તેનાં સંબંધો મામલે ચર્ચામાં હતો. પછી હાલમાં જ તેની પત્ની કાશ્મીરા શાહએ બિગ બોસ ૧૪ ઘરમાં એન્ટ્રી કરી છે. શોમાં કાશ્મીરા શાહ ખુબજ ધમાલ મચાવી રહી છે. શરૂઆતથી જ કાશ્મીરા ઘરમાં તેની હાજરી સાબિત કરવાં કામયાબ રહી. હવે ઘરવાળાને તે બરાબરની ટક્કર આપી રહી છે. આ વચ્ચે કૃષ્ણા અભિષેકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની બહેન અને બાળકો સાથે નજર આવી રહ્યો છે. વીડિયોમાં કૃષ્ણા અભિષેક બહેન આરતી સિંહ અને તેનાં બાળકોની સાથે મસ્તી કરતો નજર આવી રહ્યો છે. આ વીડિયોની સાથે તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે.
કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે, તે પરિવારની સાથે આઉટિંગ પર નિકળ્યો છે. કૃષ્ણાની આ તસવીરો જાેઇને હવે એક્ટરનાં ફેન્સ તેની મજાક ઉડાવી રહ્યાં છે અને કમેન્ટ્સ કરી રહ્યાં છે કે, કાશ્મીરા બિગ બોસનાં ઘરમાં છે તો તને જલસા છે. એક યુઝરે કૃષ્ણાની તસવીરો પર કમેન્ટ કરતાં લખ્યું કે, ‘કાશ્મીરા નથી તો, ફૂલ મઝા છે. તો કેટલાંક યૂઝર્સે આરતી સિંહને લાંબા સમય બાદ જાેઇ છે તો તેનાં વખાણ કરી રહ્યાં છે.SSS