બહેન ઈસાબેલની સાથે કેટરિનાએ તસવીર શૅર કરી
મુંબઈ: વર્ષ ૨૦૨૧ શરુ થઈ ચૂક્યું છે અને દરેક એકબીજાને શુભકામનાઓ આપી રહ્યાં છે. જાે વાત નવા વર્ષના ઉત્સવની હોય અને બોલિવૂડ સેલેબ્સ પાછળ રહી જાય આવું બની જ ન શકે. જાેકે, કોરોનાકાળના કારણે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉજવણી થોડી ફીકી રહી છે. સેલેબ્સે પોતાના ન્યૂયર સેલિબ્રેશનની ઝલક સોશિયલ મીડિયા પર બતાવી છે. કેટરીના કૈફે વર્ષ ૨૦૨૧ના પહેલા દિવસે શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બહેન ઈસાબેલ કૈફ સાથે ત્રણ સુંદર તસવીરો શૅર કરી છે.
બન્ને બહેનોના પોઝ જાેઈને તમારી નજરો તેના પર જ ટકી જશે. કેટરીના કૈફે પોતાની આ પોસ્ટ સાથે લખ્યું કે,’વર્ષ ૨૦૨૧માં દરેકને ૩૬૫ દિવસ ખુશીઓ મળે. નોંધનીય છે કે અમિતાભ બચ્ચન, સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર સહિત તમામ સેલેબ્સે ગત વર્ષે ૨૦૨૧નું સ્વાગત ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે કર્યું. કેટલાક સેલેબ્સ પોતાના નજીકના લોકો સાથે ફરવા નીકળા હતા તો કેટલાકે ઘરે જ સેલિબ્રેશન કર્યુ હતું. બી-ટાઉન સ્ટાર્સે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરીને નવા વર્ષની ઝલક બતાવી હતી.
કેટરીના કૈફના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં અક્ષય કુમાર સાથે જાેવા મળશે. આ ફિલ્મ કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં રીલિઝ થઈ નથી. આ ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ફોન ભૂત’માં જાેવા મળશે.