બહેન કરિશ્મા કપૂરને બ્લેક સાડીમાં જોઈ કરીનાએ ચીડાવી
મુંબઇ, કપૂર સિસ્ટર્સ કરિશ્મા કપૂર અને કરીના કપૂરનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. સાથે હેંગઆઉટ તેમજ પાર્ટી કરવાથી એકબીજાના સપોર્ટ કરવા સુધી, હંમેશા એકબીજાની સાથે ઉભી રહી છે. તેઓ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવેલી તસવીરો પર પણ કોમેન્ટ કરતી રહે છે. હાલમાં જ કરિશ્મા કપૂરે કેટલીક તસવીરો શેર કરી હતી, જેના પર કરીના કપૂરે મજેદાર કોમેન્ટ કરી છે.
વાત એમ છે કે, કરિશ્મા કપૂરને રેડિયો મિર્ચી દ્વારા ફેસ ઓફ આઈકોનિક બોલિવુડ હિટ્સનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એવોર્ડ માટે આભાર માન્યો હતો. કેટલાક સેલિબ્રિટી ફ્રેન્ડ્સ અને ફેન્સે તેને અભિનંદન પાઠવતી કોમેન્ટ કરી હતી. પરંતુ કરીના કપૂરે જે કહ્યું તેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. કરિશ્મા કપૂરે, એવોર્ડ સેરેમનીમાં બ્લેક કલરની નેટ સાડી પહેરી હતી.
હાથમાં એવોર્ડની સાથે તેણે તસવીરો શેર કરીને લખ્યું હતું ‘ફેસ ઓફ આઈકોનિક બોલીવુડ હિટ્સથી મને સન્માનિત કરવા બદલ આભાર રેડિયો મિર્ચી. પ્રેમ આપનારા દર્શકો પ્રત્યે કૃતજ્ઞ છું અને મારા અદ્દભુત સાથી કલાકારોનો સહયોગ બદલ આભાર’.
કરિશ્મા કપૂરે જેવી તસવીરો શેર કરી કે, તેની નાની બહેન કરીના કપૂરે કોમેન્ટ કરી હતી કે ‘ગોરીયા ચૂરા ના મેરા જીયા ગોરીયા’, આ સાથે તેણે બ્લેક હાર્ટ અને ફોલ્ડેડ હેન્ડનું ઈમોટીકોન મૂક્યું હતું. કરીના કપૂરની કોમેન્ટ ૧૯૯૫માં આવેલી ફિલ્મ ‘કૂલી નં.૧’ના સોન્ગ ‘હુસ્ન હૈ સુહાના’ સોન્ગના લિરિક્સ હતી.
જેમાં કરિશ્મા કપૂર અને ગોવિંદા લીડ રોલમાં હતા. કરીના કપૂર સિવાય મ્હ્લહ્લ અમૃતા અરોરા, નણંદ સબા અલી ખાન અને સંજય કપૂરની પત્ની મહીપ કપૂરે પણ કરિશ્મા કપૂરને અભિનંદન પાઠવ્યા હતા. જણાવી દઈએ કે, ‘કૂલી નં ૧’ની ૨૦૨૦માં રિમેક રિલીઝ કરવામાં આવી હતી. જેમાં વરુણ ધવન અને સારા અલી ખાન લીડ રોલમાં હતા. ફિલ્મનું ડિરેક્શન પણ ડેવિડ ધવને જ કર્યું હતું.
કરિશ્મા કપૂર ઘણા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. પરંતુ ૯૦ના દશકામાં તેની ગણતરી ટોચની હીરોઈનોમાં થતી હતી. પોતાના કરિયર દરમિયાન તેણે ઘણી હિટ ફિલ્મો આપી હતી, જેમાંથી મોટાભાગની ગોવિંદા સાથેની હતી. જેમાં મુકાબલા, પ્રેમ શક્તિ, રાજા બાબુ, દુલારા, ખુદ્દાર, અંદાઝ અપના અપના તેમજ સાજન ચલે સુસરાલનો સમાવેશ થાય છે.SSS