બહેન, મમ્મી અને નણંદ સાથે કાજાેલની ગર્લ્સ ડેટ
મા-દીકરીની પાઉટ કરતી તસવીર વાયરલ
કાજાેલે ઈન્સ્ટાગ્રામ પર મમ્મી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું, તમે કાળા-ધોળા કે લાલ છો તેનાથી ફરક નથી પડતો
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કાજાેલે હાલમાં જ મમ્મી તનુજા સાથે સેલ્ફી શેર કરી છે. જેમાં મા-દીકરી કેમેરા સામે પાઉટ કરી રહ્યા છે. તનુજા અને કાજાેલે બંનેએ મોટા સનગ્લાસિસ પહેર્યા છે ત્યારે ફેન્સે તેમને ‘સનગ્લાસિસ ક્વીન્સ’ કહી દીધા છે. કાજાેલે શેર કરેલી આ સેલ્ફી ફેમિલી બ્રંચની છે.
કાજાેલે ગુરુવારે પોતાની મમ્મી, બહેન તનિષા અને નણંદ નીલમ દેવગણ ગાંધી સાથે બ્રંચ પર ગઈ હતી. જેની તસવીરો કાજાેલ અને તનિષાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. કાજાેલે ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર મમ્મી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું, તમે કાળા-ધોળા કે લાલ છો તેનાથી ફરક નથી પડતો.
કિસ મી એનીવે. ફોટોમાં કાજાેલે વ્હાઈટ રંગની ફ્રેમવાળા સનગ્લાસિસ પહેર્યા છે જ્યારે તનુજાએ પહેરેલાં સનગ્લાસિસની ફ્રેમ કાળા રંગની છે. તેમની આ તસવીરને ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. એક ફેને લખ્યું, ‘હંમેશા સ્ટાઈલિશ, વહાલા તનુજા મેડમ.’ અન્ય એકે લખ્યું, ‘અમને આ ચુંબનોની લાગણી ગમે છે. સુંદર મા-દીકરી.’ બીજા એક ફેને લખ્યું, ‘બંને ખૂબ સુંદર લાગો છે.
કાજાેલની બહેન તનિષા મુખર્જીએ બ્રંચમાંથી એક તસવીર શેર કરી છે. જેમાં અજય દેવગણની બહેન નીલમ પણ જાેવા મળી રહી છે. સેલ્ફી શેર કરતાં તનિષાએ લખ્યું, ‘બ્રંચિંગ. આજે ગુરુવાર છે તો શું થઈ ગયું. અમે વીકએન્ડ વહેલો શરૂ કરી દીધો છે.’ ફોટોમાં જાેઈ શકો છો કે કાજાેલ અને તનુજા ટેબલની એકબાજુએ સાથે બેઠા છે
જ્યારે તનિષા અને નીલમ સાથે બેઠા છે. ફેન્સે આ ચારેયને બેસ્ટ લેડીઝ ગણાવી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કાજાેલ છેલ્લે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ત્રિભંગા’માં જાેવા મળી હતી.
આ ફિલ્મમાં તન્વી આઝમી અને મિથિલા પાલકર પણ હતા. હાલ કાજાેલ રેવતીની અપકમિંગ ફિલ્મ ‘સલામ વેન્કી’માં કામ કરી રહી છે. આ ફિલ્મની જાહેરાત ઓક્ટોબર ૨૦૨૧માં થઈ હતી. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૨૨થી શરૂ થયું છે.sss