બહેન સબાએ સૈફ અલીની નાનપણની તસવીર શેર કરી
મુંબઈ: સૈફ અલી ખાનની બહેન સબા પટૌડી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સબા છેલ્લા કેટલાક દિવસોથી તેના સોશિયલ મીડિયા પર થ્રોબેક તસવીર શેર કરી રહી છે, જેમાં મોટાભાગે તેના પરિવારની જૂની તસવીરો શામેલ છે. સબાએ થોડાક કલાક પહેલા સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી જેમાં શબાની માતા શર્મિલા ટાગોર, તેના સ્વર્ગસ્થ પિતા મન્સુર અલી ખાન પટૌડી અને સૈફ અલી ખાન જાેવા મળી રહ્યા છે.
સબા અને સૈફના ચાહકો આ તસવીરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તે માટે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સબાએ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટામાં જાેઇ શકાય છે કે સૈફ અલી ખાન સ્વર્ગસ્થ પિતાની ખોળામાં દેખાઇ રહ્યો છે, જ્યારે માતા શર્મીલા દેખાઈ રહી છે. દરેક વ્યક્તિ તસવીરમાં ખુબ ખુશ દેખાઈ રહી છે. તસવીર શેર કરતા સબાએ કેપ્શનમાં લખ્યું હતું કે,
બાળપણના માતાપિતા સાથે ભાઈજાન ફોટો પર ફેન્સની ઘણી બધી પ્રતિક્રિયાઓ મળી રહી છે. ફેન્સ સૈફના બાળપણની તસવીરને તૈમૂર અલી ખાન સાથે સરખાવી રહ્યા છે. તસવીર પર કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, “તૈમૂરની કાર્બન કોપી”, જ્યારે અન્ય એક યૂઝર્સે તો તૈમૂર જ ગણાવી દીધો. તમને જણાવી દઈએ કે આ તસવીર સૈફના ફેન પેજ પર વાયરલ થઈ રહી છે. સબા ઘણીવાર ચાહકો માટે તેના જુના ફોટા શેર કરતી રહે છે. સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ફિલ્મ ભૂત પોલીસમાં જાેવા મળશે. ફિલ્મમાં સૈફ સાથે યામી ગૌતમ અને અર્જુન કપૂર પણ મહત્વની ભૂમિકા નિભાવતા જાેવા મળશે. આ ફિલ્મ હોરર કોમેડી હશે.