બહેન સાથે મારઝૂડ કરતા ભાઈની માતાએ હત્યા કરી
અમરેલી: માતાને મમતાની મુરત કહેવા છે પરંતુ અમરેલી જિલ્લાના ખેરા ગામમાં એક માતાના હાથે પુત્રની હત્યા થઈ હોવાની ચકચારી ઘટના બની હતી. હોળીના તહેવારમાં જ લોહિયાળ ખેલ ખેતાલા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ભાઈ માનસિક અસ્વસ્થ બહેનને હેરાન પરેશાન કરતો હોવાના કારણે માતાએ લકાડી વડે માર મારીને પુત્રની જ હત્યા કરી નાંખી હતી. આ અંગે પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે અમરેલીના રાજુલાના ખેરા ગામમાં ૩૦ વર્ષીય સવજી શિયાળ પોતાના પરિવાર સાથે રહે છે. તેની માતા દૂળીબેન શિયાળેએ હોળીના તહેવારમાં લાકડી વડે માર મારીને હત્યા કરી નાંખી હતી. આ અંગે જાણ થતાં પીપાવાવ મરીન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને લાશનો કબ્જાે લીને પોસ્ટમોર્ટમ મોકલી આપવાની તજવીજ હાથધરી હતી.
પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાજુલાના ખેરા ગામમાં રહેતા ૩૦ વર્ષીય સવજીભાઈ વિઠલભાઈ શિયાળ નામનો યુવક તેમની માનસિક બીમાર એવી સગી બહેનને હેરાન પરેશાન કરતો હતો અને તેવા સમયે તેમની સગી માતા અને કેટલાક કુટુંબના લોકો દ્વારા લાકડી વડે ગંભીર ઘા માર મારી હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પીપાવાવ મરીન પોલીસ સહીત કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. મૃતકની લાશ રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે મૃતક યુવકના પત્નીનું નિવેદન લેવાની કાર્યવાહી હાથધરી છે.