બહેરામપુરાની એક જ ચાલીમાં કોરોનાના ૪૦ કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ : ચાર મહિલા દર્દીના મોત ઃ અમદાવાદમાં કોરોના ના નવા ૧૪૩ કેસ ઃ કુલ ૭૪૩ કેસ નોંધાયાઃ મધ્યઝોન માં ૨૯૨ અને દક્ષિણ ઝોન માં ૨૮૩ કેસ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના નો આતંક સતત વધી રહ્યો છે. શહેર માં છેલ્લા ૧૨ કલાકમાં જ ૧૪૩ નવા કેસ કન્ફર્મ થયા છે. જેના કારણે નાગરિકો માં ફફડાટ જોવા મળે છે જયારે તંત્ર ની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. મધ્યઝોન ના દરિયાપુર અને જમાલપુર એમ બે વોર્ડમાં જ પોઝિટિવ કેસ ની કુલ સંખ્યા ૨૦૦ ને પાર કરી ગઈ છે. જયારે દક્ષિણઝોન ના બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારમાં પણ કુલ કેસની સંખ્યા ૨૦૦ આસપાસ થઈ છે. ચોંકાવનારી માહિતી મુજબ દાણીલીમડા ની સૈફ મંઝિલ ની જેમ બહેરામપુરા ની એક જ ચાલીમાંથી ૪૦ જેટલા કેસ બહાર આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ની એક મહિલા કર્મચારી પણ કોરોના નો ભોગ બની છે. દેશના ૨૫ રાજ્યો કરત.અમદાવાદ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા વધારે છે. જયારે શહેર ની દ્રષ્ટિએ મુંબઈ અને ઇન્દોર બાદ અમદાવાદ ત્રીજા ક્રમે છે..
અમદાવાદમાં માત્ર ૧૨ કલાકમાં જ કોરોના ના ૧૪૩ કેસ પોઝિટિવ જાહેર થયા છે. શહેરના દક્ષિણઝોન માં કોરોના ના નવા ૯૨ કેસ કન્ફર્મ થયા છે. ઝોન માં કોરોના ના કુલ કેસ ની સંખ્યા ૨૮૩ થઈ છે. ઝોન ના દાણીલીમડા અને બહેરામપુરા રેડઝોન માં આવી ગયા છે. દક્ષિણઝોનમાં ૧૮ એપ્રિલ સવારે ૧૧ વાગ્યા સુધી જે ૯૧ કેસ કન્ફર્મ થયા છે તેમાં ચતુર રાઠોડ ની ચાલી માંથી જ ૪૦ કેસ બહાર આવ્યા છે. તદુપરાંત દૂધવાળા ની ચાલી માં નવા ૦૫ , જેઠાલાલ ની ચાલી માં ૧૪ કેસ પોઝિટિવ આવ્યા છે. મધ્યઝોન માં નવા ૩૮ કેસ કન્ફર્મ થયા છે. જેમાં મોટાભાગના કેસ જમાલપુરમાં નોંધાયા છે. જમાલપુર ની જૈતુંન મંઝિલ માં એક જ પરિવાર ના આઠ સભ્યો ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ચોંકાવનારી બાબત એ છે કે જમાલપુર ના નવ દર્દીઓને બપોર સુધી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા નહતા. મધ્યઝોન ના ૨૯૨ કેસ પૈકી ૨૨૦ જેટલા કેસ જમાલપુર અને દરિયાપુરમાંથી બહાર આવ્યા છે. જયારે શહેર ના ૭૪૩ કેસ પૈકી ૫૭૫ કેસ માત્ર મધ્ય અને દક્ષિણ ઝોનમાં નોંધાયા છે.મતલબ, શહેર ના કુલ કેસ ના ૭૫ ટકા કેસ બે ઝોનમાંથી કન્ફર્મ થયા છે. અમદાવાદમાં કોરોના ના ૭૪૩ કેસ નોંધાયા છે . દેશ ના મહારાષ્ટ્ર , રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને તેલંગણા માં જ અમદાવાદ કરતા વધારે કેસ નોંધાયા છે. જયારે ૨૫ રાજ્યોમાં અમદાવાદ શહેર કરતા પણ ઓછા કેસ નોંધાયા છે. શહેર ની દ્રષ્ટિએ જોઈએ તો મુંબઇ અને ઇન્દોર બાદ અમદાવાદ નો ત્રીજો ક્રમ છે. નોંધનીય બાબત એ છે કે ત્રણ દિવસ પહેલા અમદાવાદ અને જયપુર માં કેસ ની સંખ્યા એકસરખી રહેતી હતી. જયારે ૧૮ એપ્રિલ ના રિપોર્ટ મુજબ અમદાવાદ ના ૭૪૩ કેસ સામે જયપુર માં કેસની સંખ્યા ૪૬૨ છે
ગુજરાત રાજ્યમાં હોટસ્પોટ બની ગયેલા અમદાવાદ શહરેમાં આજે કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો હોય તેવી પરિÂસ્થતિ સર્જાઈ છે. અમદાવાદમાં ૧૪૩ કેસો નોંધાયા છે જ્યારે ૪ દર્દીઓના મોત નિપજ્યા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૭૬પ પર પહોંચી ગયો છે જ્યારે મૃત્યુ આંક રપનો થયો છે. મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા ડોર ટુ ડોર સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને રિપોર્ટોની ચકાસણી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. જેના પગલે અમદાવાદ મ્યુનિ. કમિશ્નર છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસો વધવાની દહેશત વ્યક્ત કરી રહ્યાં હતા અને તેમની આ દહેશત સાચી પુરવાર થઈ છે. ચિંતાજનક બાબત એ છે કે અમદાવાદ શહેરના રોજ નવા વિસ્તારમાંથી કોરોનાના કેસ મળવા લાગ્યા છે એટલું જ નહીં પરંતુ સ્લમ વિસ્તારમાં પણ કોરોનાનો પગ પેસારો થતાં હવે મ્યુનિ. તંત્ર વધુ સજાગ બન્યું છે.
અમદાવાદ શહેરમાં હોટ સ્પોટ એવા કોટવિસ્તારમાંથી વધુને વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે ફરજ બજાવતા તમામ કર્મીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. શહેરમાં એલજી હોસ્પિટલમાં પણ આજે કોરોનાના વધુ કેસ નોંધાયા છે. આજે ૧૪૩ પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં ૮૪ પુરૂષ અને પ૯ મહિલાઓનો સમાવેશ થાય છે. ગુજરાતના કુલ કેસો પૈકી ૬૦ ટકા કેસો અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાંથી આજે કોરોનાના કેસો મળી આવતા તંત્ર સતર્ક બન્યું છે.
અમદાવાદ શહેરમાં સતત વધતા જતાં કોરોનાના કેસોના પગલે પોલીસ તંત્ર પણ સજાગ બની ગયું અમદાવાદ શહેરમાં સતત વધતા જતાં કોરોનાના કેસોના પગલે પોલીસ તંત્ર પણ સજાગ બની ગયું છે. શહેરમાં કરફ્યુ અને લોકડાનનો ચુસ્તપણે અમલ કરવવામાં આવી રહ્યો છે પરંતુ કેટલાંક નાગરિકો લોકડાઉનનો ભંગ કરતા જાવા મળી રહ્યાં છે. પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં વાહન જપ્તી સહિતના પગલાં ભરવામાં આવ્યા છે. શહેરના કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરી ચેકપોસ્ટો બનાવી દેવામાં આવી છે.
અને કોટ વિસ્તારમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે. સરસપુર વિસ્તારમાં નિયમનો ભંગ કરનાર યુવક સાથે પોલીસને રકઝક થઈ હતી. સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવા માટે પોલીસ જવાને સમજાવતા ઉશ્કેરાયેલા યુવાને પોલીસ જવાન ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. હાલ કોંગ્રેસના બે અગ્રણીઓ ઈમરાન ખેડાવાલા અને બદરૂદ્દીન શેખ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બન્નેના રીપોર્ટ પોઝિટિવ આવતા એસવીપીહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બદરૂદ્દીન શેખને શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં કરફ્યુ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહરેમાં ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પૈકી ૮ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમના સંપર્કાં આવતા તમામ કર્મીઓ તથા પરિવારજનોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કરફ્યુ ગ્રસ્ત વિસ્તારમાં પોલીસ કર્મીઓને વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે. જા કે આ વિસ્તારમાં કરફ્યુ ભંગના ગુના નોંધી ૮રથી વધુ વ્યક્તિઅોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વધતા જતાં કોરોનાના કેસોની સંખ્યા જાતાં આગામી દિવસોમાં અમદાવાદમાં કોઈ વિશેષ છૂટછાટની આશા ખૂબ જ નહિવત જાવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી રીતે વિજયભાઈ રૂપાણી સ્વૈચ્છીક રીતે હોમકોરેન્ટાઈન થયા છે પરંતુ તેઓ ઘરમાં બેઠા બેઠા પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કરફયુ મુÂક્ત દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદતી મહિલાઓમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે પોલીસ કમર્ચારીઓ સતત તેઓને સમજાવતા જાવા મળે છે. પરંતુ ગંભીર બાબત એ છે કે કરફ્યુ મુક્તિ દરમિયાન સોશિયલ ડીસ્ટન્સના લીરા ઉડતા જાવા મળે છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં નોંધાયેલા કોરોનાના કેસો પૈકી મોટા ભાગના કેસો ચેપ લાગવાના કારણે થયેલા છે. અમદાવાદ શહેરમાં આજે ચાર મહિલા દર્દીઓના મોત નિપજ્યા છે અને તે સાથે અમદાવાદનો મૃત્યુ આંક રપ પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ ૭ વ્યક્તિગત ઓના મોત નિપજ્યા છે.