બહેરામપુરામાં આવેલી કોર્પોરેશનની સ્કુલ બિસ્માર હાલતમાં
અમદાવાદ, આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કુલની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી.
આવા સમયમાં અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કુલ બિસ્માર હાલતમાં જાેવા મળી રહી છે. આમ પણ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો મ્યુ. સ્કુલોમાં બાળકોને મુકતા નથી. આવા સમયમાં ગરીબ વર્ગના લોકો પણ કોર્પોરેશનની સ્કુલોથી દૂર થવા લાગ્યા છે. સામાન્ય વર્ગના લોકો પણ કોર્પો. ની ખસ્તા હાલતમાં સ્કુલો હોવાને કારણે બાળકોને ખાનગી સ્કુલોમાં મોકલવા લાગ્યા છે.