Western Times News

Gujarati News

બહેરામપુરામાં ખોદકામને કારણે ટ્રાફિકની સમસ્યા યથાવત

અમદાવાદ શહેરના જમાલપુરથી બહેરામપુરાના રોડ પર કોર્પોરેશન દ્વારા કામ ચાલુ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે જેના કારણે રહીશો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

https://westerntimesnews.in/news/71271

અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં કોરોનાકાળ દરમ્યાન અધુરા રહેલા કામો હજુ સુધી પુરા થયા નથી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રાજપથ કલબથી રીંગ રોડ તરફથી આવતો રસ્તો છેલ્લા છ મહિના કરતાં પણ ઉપરથી ખોદકામના કારણે તૂટી ગયો છે જે હજુ સુધી થયો નથી. આ ઉપરાંત બીજી તરફના રસ્તા પર પણ ખાડા પડ્યા છે. આસપાસના રહીશોની ફરિયાદ છતાં પણ હજુ આ રસ્તો રીપેર થયો નથી.

આ ઉપરાંત આ જ રોડથી કનેક્ટેડ પકવાન ચાર રસ્તા રીંગ રોડને જોડતા ઈન્ટરનલ રસ્તાઓની હાલત પણ ખરાબ છે. આ વિસ્તારમાં મોટા ઉદ્યોગપતિઓના મકાનો તેમજ હાઈ રાઈઝ કોમર્શિયલ બિલ્ડીંગો હોવા છતાં રસ્તાઓ ડેવલપ કરાયા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.