Western Times News

Gujarati News

બહેરામપુરામાં ૧૪ વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાધો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ વચ્ચે આત્મહત્યાની પણ ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં એક ૧૪ વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે જયારે અમરાઈવાડીમાં ૧૭ વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા પોલીસતંત્ર ચોંકી ઉઠયંુ છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી રસુલ કડિયાની ચાલીમાં રહેતા ઈલ્યાસભાઈ શેખની ૧૪ વર્ષની પુત્રી સાઈમાએ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાધો હતો કિશોરીની આત્મહત્યાથી પરિવારજનો શોકમગ્ન બની ગયા છે. ઘટનાની જાણ થતા દાણીલીમડા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક આ કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારજનોની પુછપરછ કરવામાં આવી છે

આ ઉપરાંત અન્ય એક ચોંકાવનારો બનાવ અમરાઈવાડી વિસ્તારમાં બન્યો હતો. આ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલા શિવાનંદનગરમાં રહેતા ભાગચંદ વણઝારાની ૧૭ વર્ષની પુત્રીએ નીસાએ ગઈકાલે રાતના સમયે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને નીસાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત ઘરમાં પણ તપાસ કરવામાં આવી છે પરંતુ કોઈ ચીઠ્ઠી મળી નથી.

શહેરના વેજલપુર ફતેહવાડી પાસે આવેલી ઉર્વાપાર્ક સોસાયટીમાં રહેતા હનીફભાઈ શેખ નામના ૬પ વર્ષના વૃધ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ઝેરી દવા પીધી હતી આ અંગેની જાણ થતાં તેમને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ નાજુક બની હતી અને ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા વેજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના બાપુનગર વિસ્તારમાં શીતળામાતાના મંદિરમાં રહેતા ચંદ્રકાંતભાઈ નામના આધેડે ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાધો હતો બાપુનગર પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના નારોલ વિસ્તારમાં સનરાઈઝ હોટલની પાછળ આવેલા રશ્મી વિહાર ફલેટમાં રહેતા રવીન્દ્રકુમાર ઓઝા નામના ર૦ વર્ષના યુવકે પોતાના ઘરે જ ગળેફાંસો ખાધો હતો
ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોચી ગયા હતાં અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ કરી હતી પરંતુ કારણ જાણવા મળ્યું ન હતું આ અંગે નારોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં શાસ્ત્રી કોલોનીમાં રહેતા અજયભાઈ ખટીકની પત્નિ પીન્કીબેને અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે ઓઢવ પોલીસે આ અંગે અકસ્માતે મોત નોંધી આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.