બહેરામપુરા મ્યુનિ.પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
૭૦૦૦ મતોથી કોંગ્રેસના ઉમેદવાર કમરૂદ્દીન પઠાણે જીત મેળવી |
અમદાવાદ : બહેરામપુરા મ્યુનિ.વોર્ડની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કમરૂદ્દીન પઠાણ ૭૦૦૦ મતોથી વિજય નિવડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
મળતી વિગતો મુજબ તા.૨૧મી ઓક્ટોબરે વિધાનસભાની ગુજરાતની છ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી તેની સાથે જ અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના બહેરામપુરા વોર્ડમાં પણ ૨૧મીએ ચૂંટણી માટે મતદાન થયું હતું. આજે સવારથી મતગણતરી શરૂ થઈ હતી. જેમાં ભાજપ કોંગ્રેસ બે મુખ્ય પક્ષો વચ્ચે ટક્કર હતી પરંતુ આજે જ્યારે પરિણામો આવવાના શરૂ થયા ત્યારે શરૂઆતમાં ભાજપ-કોંગ્રેસ આગળ-પાછળ ચાલતા હતા.
પરંતુ ત્યારબાદ અન્ય રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર કમરૂદ્દીન પઠાણ ભાજપના ઉમેદવારથી આગળ ચાલતા હતા. અંત કોંગ્રેસના ઉમેદવાર ૭૦૦૦ મતોથી જીતી ગયા હોવાના અહેવાલ મળતાં કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને અબીલ ગુલાલથી છોળો સાથે ઢોલ નગારા સાથે વિજયનો ઉત્સાહ મનાવતા જાવા મળ્યા હતા.
જ્યારે ભાજપના ઉમેદવારની હાર થતાં ભાજપમાં સોંપો પડી ગયો હતો. આમ મળતા અહેવાલ અનુસાર બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની જીત થવાના સમાચાર મળી રહ્યા છે. અત્રે ઉલ્લેકનીય છે કે આમ તો આ બેઠક કોંગ્રેસની જ હતી અને કોંગ્રેસે મેળવી છે.