બહેરાશ- ઓછું સંભળાવુંની આયુર્વેદમાં ખૂબ સારી સારવાર છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/earpain-1024x667.jpg)
કાનમાં દુખાવાનું સામાન્ય કારણ – ઇજા, સંક્રમણ, કાનમાં બળતરાને કારણે કાનમાં દુખાવો થઇ શકે છે. જડબા અથવા દાંતમાં દુખાવાના કારણે પણ કાનમાં દુખાવો થાય છે. ઈન્ફેક્શનના કારણે કાનમાં અંદરની બાજુ દુખાવો થાય છે. સ્વિમિંગ, હેડફોન લગાવવું, કૉટન અથવા આંગળી નાંખવા પર કાનમાં બહારની તરફ ઈન્ફેક્શન થઇ શકે છે.
કાનની અંદર ત્વચા છોલાઇ જવી અને પાણી જવાને કારણે કાનમાં બેક્ટેરિયા પણ થઇ શકે કાનમાં દુખાવો એક સામાન્ય સમસ્યા છે. આ દુખાવો બંને કાનમાં હોઇ શકે છે પરંતુ આ મોટાભાગે એક કાનમાં જ હોય છે. કાનનો દુખાવો થોડીક વાર અથવા વધારે સમય સુધી પણ રહી શકે છે. આ દુખાવો હળવો અને તીવ્ર પણ હોઇ શકે છે.
ઇયર ઈન્ફેક્શન ઉપરાંત બીજા કેટલાય કારણોથી કાનમાં દુખાવો થાય છે.. જાણો તેના વિશે… કાનમાં દુખાવાના અન્ય કારણ, હવાનું દબાણ, કાનમાં મેલ, ખરાબ ગળુ, સાઇનસનું ઈન્ફેક્શન, કાનમાં શેમ્પૂ અથવા પાણી જતું રહેવું, રૂ નાખવું, ટેમ્પોરોમૈન્ડિબુલર જાેઇન્ટ સિન્ડ્રોમ, કાનમાં કાંણુ પડાવવું, દાંતમાં ચેપ લાગવાથી, કાનમાં એક્ઝિમા હોવાને કારણે પણ દુખાવો થાય છે.
લક્ષણ ક્યારેક ક્યારેક કાનમાં દુખાવો થવાને કારણે સરખી રીતે સંભળાતું નથી. કેટલાક લોકોના કાનમાંથી પ્રવાહી પદાર્થ પણ નિકળે છે. કાનના દુખાવાના કારણે બાળકોને થોડુક ઓછુ સંભળાવવું, તાવ આવવો, ઊંઘવામાં મુશ્કેલી પડવી, કાનમાં ખેંચાણનો અનુભવ થવો, ચિડચિડયાપણું, માથાનો દુખાવો અને ભૂખમાં ઓછી લાગવી જેવા લક્ષણ જાેવા મળી શકે છે.
દર્દીના વિવિધ પ્રકારના લક્ષણો દેખાય છે. તમ્મર આવવાનું જણાય છે. દર્દીનું પૃથ્થકરણ કરતી વખતે દર્દીમાં સમતુંલન સાધવાના જ્ઞાનતતુંના કાર્યમાં બદલાવ આવ્યાનું જણાય છે. જે કેટલાક નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છેઃ તમ્મર આવવું-હલનચલનનો પ્રકારે એ ચોતરફથી થતું હોય એવું લાગે છે. આ ફરતો હોય છે અથવા કયારેક સરળ હોય છે.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/ShriramVaidya-logo.jpg)
આ પ્રકારની સંવેદના વેસ્ટિબ્યુલર સંસ્થાની ચોતરફ વિકૃતિ નિર્માણ થયાનું દર્શાવે છે. અસમતુંલન અથવા સમતોલ ન હોવું-આમાં દર્દીના ચાલવાની ક્રિયા સંબંધિત અસ્થિરતા આવવાની ફરિયાદ કરે છે.
મૂર્છા આવવાની પહેલાની સ્થિતી-ચક્કર આવવા જેવું લાગવું અથવા હોશ-ભાન નષ્ટ થયા જેવું લાગવું અને આ હૃદયની વાહિનીઓમાં વિકૃતિને સંબંધિત હોય છે. માથામાં હળવો તમ્મર આવવાં જેવું લાગવું-તંગો, અસ્થિપણું એવા પ્રકારના વિશિષ્ટ ન હોય એવા સંવેદનો. લક્ષણોનો સમય-અચાનક ઉદભવવું અથવા કયારેક ઉદભવવું આ ચોતરફ પ્રકાર હોવાનું દર્શાવે છે અને વધુ સમય હેનારૂં અથવા વધતાં હેનારા લક્ષણો આ મધ્યસ્થ કારણો દર્શાવે છે.
સંબંધિત લક્ષણો-ઓછું સંભળાવવું, કાન ભરાઇ આવવું, કાનમાંથી અવાજ આવવા જેવું લાગવું અથવા કાનમાંથી પરૂં નીકળવું આ વેસ્તિબ્યુલના ચોતરફ વિકૃતિ દર્શાવે છે. ચક્કર આવવાના સંબંધિત સર્વ પ્રકારમાં ઉલટી થયાના લક્ષણો દેખાતા હોય છે પરંતુ જ્યો ચોતરફ વેસ્ટિબ્યુલર તંત્રમાં વિકૃતિ નિર્માણ થયેલો હોય ત્યો વધારો થાય છે.
રોગની તીવ્રતા દર્શાવતા કારણો- માંથાની પ્રક્રિયા સાથે જાે રોગના લક્ષણો તીવ્ર થતાં હોય તો ચોતરફ તંત્રમાં તેમજ સોમ્ય પ્રકારની વિકૃતિ દર્શાવે છે અને જ્યો આંખ બંઘ કરવાથી લક્ષણો તીવ્ર થાય ત્યા વેસ્ટિબ્યુલની ચોતરફ વિકૃતિ દર્શાવે છે અને મોટી રીતે લક્ષણોમાં તીવ્રતા થયાનું લસિકાગ્રંથીની ચો બાજુ નળી જેવું અનૈસર્ગિક માર્ગ નિર્માણ થયાનું દર્શાવે છે. રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના કારણે કાનમાં વચ્ચેની તરફ ઈન્ફેક્શન થઇ શકે છે. કાનમાં જમા થયેલ પ્રવાહી પદાર્થના કારણે પણ બેક્ટેરિયા થવા લાગે છે. લેબીરિન્થાઇટિસના કારણે કાનમાં અંદરની તરફ સોજાે આવવા લાગે છે.
આયુર્વેદિક સારવાર- બહેરાશનો અનુભવ થાય કે તરત જ સારવાર શરૂ કરી દેવી. સાધ્ય- બહેરાશની આયુર્વેદમાં ખૂબ સારી સારવાર છે. જન્મગત તથા વૃદ્ધાવસ્થામાં આવતી બહેરાશ આયુર્વેદની દ્રષ્ટિએ અસાધ્ય છે. એક વર્ષ પછીની જૂની બહેરાશ મટાડવી મુશ્કેલ હોય છે. આમ છતાં એકધારી ઔષધીય સારવાર અને પંચકર્મ વિધિથી કરવામાં આવતું ‘નસ્ય’ તથા ‘કર્ણપૂરણ’ સમય જતાં પરિણામ આપી શકે છે.
ઘરે કેવી રીતે સારવાર કરશો કાનમાં સામાન્ય દુખાવાની સારવાર ઘરે પણ કરી શકાય છે. કાનને ઠંડાં કપડાંથી શેક કરો. કાનને ભીનો થવાથી બચાવો. કાનના દબાણથી રાહત મેળવવા માટે સીધા બેસો, ચ્વિંગમ ચાવવાથી પણ કાન પર ઓછુ દબાણ પડે છે.
નવજાત શિશુના કાનમાં દુખાવો હોય તો તેને દૂધ પિવડાવો, તેનાથી પણ કાનમાં દબાણ ઓછુ થાય છે. બહેરાશના દર્દીએ દહીં, શિખંડ, આઇસક્રીમ, ઠંડા પીણાં તેમજ, વાયુ તથા કફ વધારે તેવા ખાદ્ય પદાર્થો છોડી દેવા. કાનમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખવું. સીધો, એકધારો, તીવ્ર પવન પણ કાનમાં લાગવા ન દેવો.
બને તો બહાર જતી વખતે કાનમાં રૂના પૂમડા ભરાવી રાખવા. લસણ, સરગવો, આદુ, લીલા મરીનું અથાણું, સૂંઠ, અજમો, સૂવા, તલતેલ તથા તુલસીનો ઉપયોગ લાભ કરે છે. ઔષધોમાં- બિલ્વાદિતેલ અથવા દશમૂલ તેલના કાનમાં ટીપાં પાડવા. મેલ વગેરેનો અવરોધ રહેતો હોય તો અપામાર્ગક્ષાર તેલના પણ કાનમાં ટીપાં પાડી શકાય. સારિવાદિવટી, પથ્યાદિ ગૂગળ, તથા રાસ્નાદિ ગૂગળની બે બે ગોળી ચાવી જઈને ઉપર હૂંફાળું પાણી પીવું. ષડિ્બન્દુતેલ, અણુતેલ અથવા મહાનારાયણ તેલથી વિધિવત્ નસ્ય લેવું તથા બિલ્વાદિ તેલથી કર્ણપૂરણ કરવું. ચાર ચમચી દશમૂલારિષ્ટમાં ચાર ચમચી પાણી ઉમેરી જમ્યા બાદ નિયમિત પીવું.
ઘરગથ્થુ પ્રયોગ-આર્થિક અનુકૂળતા ન હોય એવા લોકોને પરવડે તેવા પાંચેક ઘરગથ્થુ પ્રયોગો પણ બતાવી દઉં- આકડાના પાનનો રસ ગરમ કરી ઠરે ત્યારે કાનમાં નાખવો. સરસિયા તેલમાં મરવાનો રસ તથા લસણની એક બે કળી નાખી ઉકાળી ઠરે ત્યારે ગાળીને કાનમાં ટીપાં પાડવા.
કાનમાં ધાક પડી જતી હોય તો રૂમાં વીંટાયેલી લસણની કળી કાનમાં ભરાવી રાખવી. મરવાના પાનનો રસ ગરમ કરી ઠરે ત્યારે અવારનવાર કાનમાં નાખવો. તુલસી જેવા સુગંધી પાનવાળી અને તમતમતી સુગંધ આપતા ફૂલવાળી મરવો નામની એક વનસ્પતિ થાય છે એને ડમરો પણ કહે છે. પાણીમાં સૂંઠ તથા ગોળ મેળવી પ્રવાહી જેવું બનાવી તેના ત્રણ ત્રણ ટીપાં બન્ને નસકોરામાં પાડવા. બહેરાશના દરદીએ સાંભળવામાં તકલીફ પડે છે એવો ખ્યાલ આવે કે તરત જ નિષ્ણાત ચિકિત્સકને મળી સારવાર શરૂ કરી દેવી જાેઈએ.