બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ

અમદાવાદ, બાંગ્લાદેશથી અબુ ધાબી જતી એર અરેબિયાની ફ્લાઈટ એરબસ એ૩૨૦ એરક્રાફ્ટનું ૭ જૂને અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ડીજીસીએના જણાવ્યા અનુસાર ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આનાથી પાઇલોટ-ઇન-કમાન્ડને ‘મે ડે’ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે એરપોર્ટ પર સંબંધિત અધિકારીઓ માટે એક ચેતવણી છે. એવું જાણવા મળ્યું હતું કે પ્લેનનું એન્જિન બંધ થઈ ગયું હતું.
ડીજીસીએના નિવેદન અનુસાર, એર અરેબિયા ફ્લાઇટ ૩એલ-૦૬૨, જે એરબસ એ૩૨૦ પર ઓપરેટ થઈ રહી હતી, તેણે સોમવારે નંબર ૧ એન્જિન સ્ટોલ અનુભવ્યું અને ત્યારબાદ, એન્જિન ફેલ ઈસીએએમ ચેતવણીઓ આવી જેના પરિણામે ક્રૂએ મેડે જાહેર કર્યો અને તરત જ અમદાવાદ તરફ વળ્યા હતા. ડીજીસીએએ જણાવ્યું હતું કે, વિમાન અમદાવાદમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.
ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યા અનુસાર પ્રારંભિક તપાસ ડીજીસીએ દ્વારા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) સાથે પરામર્શ કરીને કરવામાં આવશે.ત્યારબાદ ડીજીસીએ મુંબઈ ઑફિસની એક ટીમને પ્રાથમિક તપાસ માટે અમદાવાદ મોકલવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે અંદર બેસેલા મુસાફરોના જીન તાળવે ચોંટી ગયા હતા. જાે કે, અમદાવાદ એરપોર્ટ પર સફળ લેન્ડિંગ થતાં બધાને પાયલોટ સહિત બધાને હાશકારો થયો હતો.ss3kp