બાંગ્લાદેશના બેટસમેનને શાહીને બોલ મારતા ઘાયલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Sahin1.jpg)
નવી દિલ્હી, પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની ખેલદિલી વગરની હરકતથી ક્રિકેટ ચાહકો ભડકી ઉઠયા છે. બાંગ્લાદેશ સામેની ટી-૨૦ મેચમાં આફ્રિદીએ બાંગ્લાદેશ બેટસમેનને બોલ માર્યો હતો અને તેના કારણે બાંગ્લાદેશી ખેલાડી મેદાન પર જ દર્દથી આળોટવા માંડ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે આફ્રિદીની બોલિંગમાં બાંગ્લાદેશના બેટસમેન અફીક હુસૈને છક્કો ફટકાર્યો હતો.એ પછીના બોલે અફીક ડિફેન્સિવ શોટ રમ્યો હતો.આ બોલ બોલિંગ કરી રહેલા આફ્રિદીના હાથમાં સીધો ગયો હતો. અગાઉના બોલ પર સિક્સર વાગી હોવાથી ઉશ્કેરાયેલા આફ્રિદીએ બોલ હાથમાં આવતા જ અફીક પર જાેરથી ફેંક્યો હતો.આ બોલ અફીકના પગમાં વાગતા તે જમીન પર પડીને આળોટવ માંડ્યો હતો.
પોતાની હરકતનુ ભાન થતા આફ્રીદી તરત બેટસમેન પાસે પહોંચી ગયો હતો અને તેની ખબર પૂછી હતી.પાક ટીમના બીજા ખેલાડીઓ પણ બેટસમેનની આસપાસ એકઠા થઈ ગયા હતા.
જાેકે ક્રિકેટ ચાહકોને આફ્રીદીની હરકત પસંદ આવી નથી.તેઓ હવે તેના પર એક મેચનો બેન મુકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.SSS