બાંગ્લાદેશમાં છ માળની નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતા ૫૨ લોકોના મોત નિપજયાં
ઢાકા: બાંગ્લાદેશના રુપગંજમાં એક ફેક્ટરીમાં આગ લાગવાના કારણે ૫૨ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ફાયર સર્વિસના ડેપ્યૂટી ડિરેક્ટર દેબાશીષ વર્ધને મીડિયાને જણાવ્યું છે કે, ઓછામાં ઓછા ૪૦ મૃતદેહો અમને મળ્યા છે. રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકો જીવ બચાવવા ઉપરથી કૂદી પડ્યા હતા. ત્રીજા માળેથી શરૂ થયેલી આગ જાેત જાેતામાં છઠ્ઠા માટે પહોંચી ગઈ હતી.
દેબાશીષ વર્ધને જણાવ્યું છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. રુપગંજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ મીડિયા રિપોર્ટમાં છે કે જણાવ્યું કે, ફેક્ટરીમાં કામ કરનાર મજૂરોના પરિવારજનો અહીં મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા છે.પોલીસે જણાવ્યું કે, આગ ઢાકાની બહાર એક ઓદ્યોગિક શહેર રુપગંડમાં હાશેમ ફૂડ એન્ડ બેવરેજ ફેક્ચરીમાં ગુરુવારે સાંજે ૫ વાગે આગ લાગી હતી. શુક્રવાર સવાર સુધી આગ પર કંટ્રોલ મેળવી શકાયો નહતો. રેસ્ક્યુ ટીમે ઘણાં લોકોને બચાવ્યા છે
પરંતુ હજી સ્પષ્ટ નથી થઈ શક્યું કે, કેટલા લોકો ફેક્ટરીમાં ફસાયેલા હતા. પોલીસ ઈન્સપેક્ટર શેખ કબીરુલ ઈસ્લામે કહ્યું કે, છ ફ્લોરની ફેક્ટ્રીમાં ઝડપથી લાગેલી આગના કારણ ઉપરના ફ્લોરથી કૂદીને જીવ બચાવવામાં આછોમાં ઓછા ૩૦ લોકો ઘાયલ થયા છે. હજી ડઝનો જેટલા કર્મચારીઓ ગુમ છે. ફાયર બ્રિગેડની ટીમે કહ્યું કે, નૂડલ્સ અને ડ્રિન્ક બનાવતી આ ફેક્ટ્રીની છત પરથી ૨૫ લોકોને બચાવવામાં આવ્યા છે. પરંતુ મૃતક આંક વિશે હજી ચોક્કસ કઈ કહી શકાય એમ નથી.
ફાયર ફાઈટર ટીમના પ્રવક્તા દેબાશીષ બર્ધાને જણાવ્યું કે, આગ પર કાબુ મેળવ્યા પછી અમે અંદર તપાસ અને રેસ્ક્યુ અભિયાન ચલાવીશું. ત્યારપછી જ અમે મૃતકઆંક વિશે ચોક્કસ કઈક કહી શકીશું. આગમાંથી બચનાર ફેક્ટ્રીના એક કર્મચારી મોહમ્મદ સૈફુલે જણાવ્યું કે, આગ લાગી તે સમયે અંદર ડઝનો લોકો હતા. ત્રીજા ફ્લોરની બંને સીડીનો ગેટ બંધ હતો. બીજા એક મિત્રએ કહ્યું કે, અંદર ૪૮ લોકો હતા. મને નથી ખબર એમનું શું થયું?
એક અન્ય કર્મચારી મામૂને કહ્યું કે, નીચેના ફ્લોરમાં આગ લાગવાથી અને ફેક્ટ્રીમાંથી કાળો ધુમાડો બહાર નીકળતા તે અને અન્ય ૧૩ કર્મચારીઓ છત પર ભાગ્યા હતા. ફાયર ફાઈટરની ટીમે તેમને દોરડાની મદદથી નીચે ઉતાર્યા. ફેક્ટ્રીમાંથી આગ ઓછી થતાં જ કેટલાય પરેશાન લોકો તેમના પરિવારજનો વિશે જાણવા ફેક્ટરીની બહાર પહોંચી ગયા હતા. પીડિતોના પરિવારજનોએ જણાવ્યું કે, આગ લાગ્યાની માહિતી મળતાં જ અમે અહીં આવી ગયા. હવે ફેક્ટ્રીની અંદર ફસાયેલા લોકોના ફોન પણ નથી લાગતા.