બાંગ્લાદેશમાં મસ્જિદના એસીમાં વિસ્ફોટ થતાં ૧૭ના મોત

ઢાકા, બાંગ્લાદેશના પાટનગર ઢાકાના બહારી વિસ્તારમાં એક મસ્જિદમાં ગેસ ગળતરના કારણે એક સાથે છે એયર કંડીશનરોમાં વિસ્ફોટ થવાથી એક બાળકી સહિત ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત નિપજયા છે અને ૨૦ અન્ય લોકોને ઇજા થઇ હતી ફાયરબ્રિગેડ સેવાના અધિકારીઓએ આ માહિતી આપી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર નારાયણગંજ મધ્ય જીલ્લામાં આવેલ બૈતુલ સલાત મસ્જિદમાં રાતે લગભગ નવ વાગે નમાજ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. શેખ હસીના નેશનલ ઇસ્ટીટયુટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં સાત વર્ષના એક બાળક સહિત ૧૭ લોકોના મોત થયા છે જયારે લગભગ ૨૦ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
નારાયણગંજના પોલીસ અધીક્ષક મોહમ્મદ જાયેદુલ આલમે કહ્યું કે જાે તપાસમાં કોઇ બેદરકારીના પુરાવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે વડાપ્રધાન શેખ હસીનાએ આ ઘટનાને લઇને ચિંતા વ્યકત કરી છે અને પીડિતો માટે હર સંભવ ચિકિત્સા દેખભાળ સુનિશ્ચિત કરવાના નિર્દેશ જારી કર્યા છે.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી.HS