બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલા પૂર્વયોજિત હતા: RSS
નવી દિલ્હી, તાજેતરમાં દુર્ગા પૂજા દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાને રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ એટલે કે આરએસએસે પૂર્વ આયોજિત ગણાવ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવકની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની કર્ણાટકમાં યોજાયેલી ત્રણ દિવસની બેઠકમાં આ માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સમિતિના જાેઈન્ટ સેક્રેટરી અરુણ કુમારે કહ્યુ હતુ કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓનો સફાયો થઈ રહ્યો છે.
તેમને દેશમાંથી બહાર કાઢવાની કોશીશ થઈ રહી છે. હિન્દુઓ પર હુમલો કરવા માટે પૂર્ય આયોજિત ષડયંત્રના ભાગરૂપે જાણી જાેઈને ફેક ન્યૂઝ ફેલાવાયા હતા અને ધાર્મિક લાગણીઓ ભડકાવવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે માંગ કરી છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાની તપાસ કરવામાં આવે અને તે માટે જે પણ દોષી છે તેના પર આકરી કાર્યવાહી કરવામાં આવે. કેન્દ્ર સરકાર સમક્ષ પણ અમે માંગ કરીએ છે કે, બાંગ્લાદેશ સરકાર સાથે આ મામલામાં ભારત દ્વારા વાત કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ,આ હુમલામાં દુર્ગા પૂજા પંડાળોમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ ઈસ્કોન મંદિરમાં પણ તોડફોડ થઈ હતી. હિન્દુઓના ઘરો પણ સળગાવવામાં આવ્યા હતા. ફાયરિંગમાં ચાર હિન્દુઓના મોત થયા હતા.SSS