બાંગ્લાદેશી સંગઠનના ૧૫ આતંકી ભારતમાં ધુસ્યા છે
કોલકતા: જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ(જેએમબી)ના ઓછામાં ઓછા ૧૫ આતંકી આ વર્ષની શરૂઆતમાં પડોસી દેશથી પશ્ચિમ બંગાળની સીમામાં પ્રવેશ કરી ગયા છે અને તેમાંથી ૧૦ આતંકી જમ્મુ કાશ્મીર સહિત ભારતના વિવિધ ભાગોમાં ચાલ્યા ગયા છ કોલકતા પોલીસના વિશેષ કાર્ય દળ (એસટીએફ)ના એક અધિકારીએ આ માહિતી આપી હતી.
એસટીએફના અધિકારી અનુસાર ૧૫માંથી બાકીના પાંચ આતંકી પશ્ચિમ બંગાળમાં જ રોકાયા હતા જેમાંથી બાંગ્લાદેશી મૂળના ત્રણ આતંકવાદીઓને દક્ષિણ કોલકતાના હરિદેવપુર વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે.
એસટીએફ અધિકારીએ કહ્યું કે ત્રણેય આતંકવાદીઓની પુછપરછ દરમિયાન જાણવા મળ્યુ છે કે જેએમબીના ૧૦ શંકાસ્પદ શંકાસ્પદ
આતંકવાદી ઓરિસ્સા બિહાર અને જમ્મુ કાશ્મીરના વિવિધ ભાગોમાં ચાલ્યા ગયા છે બંગાળમાં હાજર જેએમબીના શેખ સકીલ અને સલીમ મુંશીની એસટીએફને તલાશ છે. ધરપકડ કરવામાં આવેલા જેએમબી આતંકવાદીઓની ઓળખ નજીઉર રહેમાન,રબીઉલ ઇસ્લામ અને સાબિરના રૂપમાં કરવામાં આવી છે આ તમામ જીવન પસાર કરવા માટે ફળ અને મચ્છરદાની વેચતા હતાં