બાંગ્લાદેશે ભારતની વિરુદ્ધ યુએનમાં બે અપીલ કરી
ઢાકા, વિદેશ મંત્રાલયના એક સૂત્ર અનુસાર યુએનના મુખ્યાલયમાં બાંગ્લાદેશના એક સ્થાયી મિશને ભારતની વિરુદ્ધ યુએનના મહાસચિવને ૨ અપીલ કરી છે. બાંગ્લાદેસના પૂર્વ વિદેશ સચિવ શાહિદૂલ હકે એનાદેલુ એજન્સીની સાતે વાતચીતમાં કહ્યું છે કે વિવાદ બે દેશોની વચ્ચે અનેક વર્ષોથી લટકેલો છે. આ મુદ્દા પર બન્ને દેશોન વચ્ચે ડર્ઝનો દ્વિપક્ષીય બેઠક પણ થઈ છે. પરંતુ આ મુદ્દાને ઉકેલવા માટે અસફળ રહ્યા છીએ.
હકે આગળ કહ્યું કે હવે બન્ને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર જવાનો ર્નિણય કર્યો છે અને અમને આશા છે કે યુએન આ મુદ્દાનું સ્થાયી સમાધાન કાઢવામાં સફળ રહેશે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે યુએનમાં અરજી દાખલ કરવાની સાથે પોતાની ભૂમિકા પણ ભજવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલ મહિના ભારતે સંયુક્ત રાષ્ટ્રને એક પત્ર લખીને બાંગ્લાદેશ દ્વારા નિર્ધારિત કરાયેલી બેસલાઈનને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઢાકા યુનિ.માં ઈન્ટરનેશનલ રિલેશન્સના પ્રોફેસર અને રાજનાયિક વિશ્વેલક ચૌધરી રફીકુલ અબરારે એનાદોલુ એજન્સીની સાથે વાતચીતમાં કહ્યું તે બંગાળની ખાડી બાંગ્લાદેશ માટે એક અનોખું અને મહત્વનું સંસાધન છે અને બાંગ્લાદેશની સંપ્રભુતાનો સંબંધ આ દેશના સમુદ્રી વિસ્તારથી છે.
ઉલ્લેખનીય છે કે યુએનમાં બાંગ્લાદેશના દાવા અનુસાર ભારતના બેસ પોઈન્ટ ૮૯ બાંગ્લાદેશના સમુદ્રી સીમાની પાસે સ્થિત છે. ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડી દક્ષિણ એશિયાઈ વિસ્તારમાં રણનીતિક રુપથી ઘણી મહત્વની છે જે બાંગ્લાદેશ, ભારત અને મ્યાનમાર જેવા દેશોની વચ્ચે વિભાજિત છે. બંગાળની ખાડીમાં ખાસ કરીને બાંગ્લાદેશ માટે ઘણી મહત્વપૂર્ણ છે કેમ કે ત્યાં હિલ્સા અને અન્ય માછલીઓનો મુખ્ય સ્ત્રોત છે. તટની પાસે રહેનારા લાખો લોકો બંગાળની ખાડીમાં માછલી પકડી પોતાનુ જીવન વિતાવે છે.HS