બાંગ્લાદેશ અને નેપાળને પણ ભારતે મોકલી કોરોનાની રસી
નવી દિલ્હી, ભારતે બનાવેલી કોરોના વેક્સીન લેવા માટે દુનિયાના બીજા દેશોએ રીતસરની લાઈન લગાવી છે.એક તરફ ભારતમાં જ કરોડો લોકોને રસી આપવાની છે ત્યારે બીજા દેશોને રસી આપવા માટે ભારતે પાડોશી દેશ પહેલાની નીતિ અપનાવી છે.
જેના ભાગરુપે આજે કોરોના રસીનો કેટલોક જથ્થો બાંગ્લાદેશ અને નેપાળને રવાના કરાયા છે.એક દિવસ પહેલા ભારતે માલદીવ અને ભુટાનને પણ રસી મોકલી છે.વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશ પહોંચેલી રસીના ટ્રાન્સપોર્ટેશનની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, વેક્સીન ફ્રેન્ડશીપ બે દેશો વચ્ચેના સબંધોને સમર્થન આપે છે.