બાંગ્લાદેશ હાઈકમિશનની બહાર ગોળીબારમાં મહિલાનું મોત
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર તૈનાત એક પોલીસકર્મીએ ગોળીબાર કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું. બાદમાં પોલીસકર્મીએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટનાને જાેતા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, પોલીસકર્મીએ બેથી ત્રણ વખત ગોળીબાર કર્યો હતો. પ્રથમ વખત તેણે ગોળીબાર કર્યો ત્યારે તે ચૂકી ગયો.
આ પછી તેણે મહિલાને નિશાન બનાવી.મળતી માહિતી પ્રમાણે આ હુમલો કરનાર પોલીસવાળો ૧ કલાકથી એજ જગ્યાએ ફરી રહ્યો હતો.આ ઘટના બાદ ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે પણ આ બાબતની નોંધ લીધી છે અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી તેનો રિપોર્ટ મંગાવ્યો છે.ss3kp