બાંટવાથી ચાલતા વર્ષો જૂના બસ રૂટ કારણ વગર જ બંધ કરાયા
માણાવદર, એસ.ટી. વિભાગ દ્વારા માણાવદર તાલુકાને ભારોભાર અન્યાય કરી અનેક બસ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. માણાવદર, બાંટવા વિસ્તારમાંથી ઉપડતી રાત્રીના ૮/૪૫ની બાંટવા-અમદાવાદ તથા રાત્રીના ૯.૦૦ ની બાંટવા-નારાયણ સરોવર તથા સવારના ૪.૦૦ વાગ્યાની બાંટવા-અમદાવાદની પુરતા ટ્રાફિક વાળી બસ કે જે છેલ્લા વીસ પચ્ચીસ વર્ષથી ચાલુ હતી, પુરતો ટ્રાફિક ન હોવાના મનઘડત કારણો આપી બંધ કરી દેવામાં આવી છે.
તાલુકાના ૫૮ ગામના વેપારીઓ, દર્દીઓ તથા મુસાફરોને સુવિધા સમાન સમાન બસ બંધ કરી દેવાથી લોકો પરેશાન છે. આ બાબતે બાંટવા એસટી ડેપો મેનેજરને લોકો દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ આવ્યુ નથી. બાંટવા શહેર કોંગ્રેસ સિતિ દ્વારા જે-તે જગ્યાએ લેખિત રજૂઆત કરવામા આવશે
આમ છતાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો રસ્તા પર ઊતરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. તેમ બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ જુણાજીભાઇ રાઠોડ તથા પ્રકાશભાઇ લાલવાણી પ્રમુખ સુરેશભાઇ હરીરામ મીઠવાણીએ ચીમકી આપી છે.