બાંટવામાં સંત અમરમા ટીફીન સેવા દ્રારા એક ગરીબ દિકરી ને 42000 હજારનો કરીયાવર આપ્યો
(જીજ્ઞેશ પટેલ દ્વારા ) બાંટવા માં સંત અમરમા ટીફીન સેવા પરિવાર બાંટવા દ્વારા આજરોજ દલીત સમાજ ના ચનાભાઇ ચૌહાણ કે જેને ફેફસાનું કેન્સર હોય અને ઉર્મિલાબેન કે જે નાની મોટી મંજુરી કરી જેમ તેમ તેનુ ગુજરાન ચલાવી રહ્યા છે તેને એકજ સંતાન હોય એકની એક લાડકવાયી દીકરી ના લગ્ન હોવાથી સેવા પરિવાર નાં કીરીટભાઇ બારોટને વાત કરતા સંત અમરમા સેવા પરિવાર દ્વારા બાંટવાની દલિત દીકરી નાં લગ્નમાં બેતાલીસ હજાર ના દાગીના જેવાકે સોનાનાં પાટલા, ચાંદીના સાકરા, સોનાનો દાણો તથા દિકરી સોનલબેનની મનપસંદ કટલેરી આપેલ છે આ સંસ્થા દ્વારા ધણી દિકરીઓ ના લગ્નમાં યથાશક્તિ કરિયાવર આપી જરુરીયાતો ને સહાય પુરી પાડવામાં આવેલ છે