બાંદ્રામાં ૪ માળની ઈમારતનો એક ભાગ પડ્તા, ૧નું મોત
મુંબઇ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બાંદ્રામાં એક ઈમારતનો એક ભાગ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ૫ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે શહેરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના ની જાણ થતા જ પોલિસ અને ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. હાલમાં ઈમારતના કાટમાળમાંથી લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. શંકા છે કે વધુ લોકો આ કાટમાળમાં દબાયેલા હોઈ છે. તેમણે મોકલવાનો આગ્રહ કર્યો છેપરંતુ હજુ સુધી ૨ કર્મચારી પહોંચ્યા છે. સ્થાનીય લોકોની મદદથી કામગીરી આગળ વધી રહી છે.
બાંદ્રાના પૂર્વ ખેરવાડી રોડ વિસ્તારમાં સવારે ૧.૪૫ મિનિટે ઘરની દિવાલ પડી હતી. તેમાં ૧૭ લોકોને બચાવી લેવાયા. ઘટનામાં ૫ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું .જેમાં મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ૨૮ વર્ષના રિયાઝ અહમદનું મૃત્યુ થયું છે. જ્યારે નુરુલ હક હૈદર અલી સૈયદને થોડી ઈજા થઈ છે પરંતુ તેની સ્થિતિ સ્થિર છે. હોસ્પિટલની સ્ટાફ નર્સે કહ્યું કે સલમાન અતીક ખાન, રાહુલ મોહન ખોત, રોહન મોહન ખોત અને લતા મોહન ખોત પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે.