બાંદ્રા ટર્મિનસ બિકાનેર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા પુનઃ શરૂ

4 જોડી તહેવાર સ્પેશ્યલ ટ્રેનો ના ફેરા વધારવામાં આવશે
યાત્રીઓની સુવિધા અને તેમની યાત્રાની માંગ ને પુરી કરવા માટે બાંદ્રા ટર્મિનસ બિકાનેર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા પુનઃ શરૂ કરવામાં આવી રહ્યા છે, જયારે 4 જોડી તહેવાર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા પણ વધારવામાં આવી રહ્યા છે.
ડિવિજન રેલ્વે મેનેજર અમદાવાદ શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે આપેલ છે: –
· ટ્રેન સંખ્યા : 02474/02473 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર (સાપ્તાહિક) વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે
ટ્રેન સંખ્યા :02474/02473 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર (સાપ્તાહિક) વિશેષ ટ્રેનોના ફેરાને જેને પેહલા રદ કરવામાં આવ્યા હતા, હવે પુનઃ શરૂ કરવામાં આવી છે, ટ્રેન નં : 02474 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર વિશેષ ટ્રેન હવે 22,જૂન 2021 થી 29,જૂન 2021 સુધી ચાલશે. આજ રીતે ટ્રેન નં :02473 બિકાનેર -બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન હવે 21,જૂન 2021 થી 28, જૂન 2021 સુધી ચાલશે.
1.ટ્રેન સંખ્યા : 06337/06338 ઓખા-અર્નાકુલમ (દ્વિ સાપ્તાહિક )તહેવાર વિશેષ ટ્રેન ખાસ ભાડા સાથે
ટ્રેન સંખ્યા : 06337 ઓખા-અર્નાકુલમ જંકશન સ્પેશ્યલ ટ્રેનોના ફેરા નું વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે આ ટ્રેન 5 જુલાઈ 2021 થી 8, નવેમ્બર 2021 સુધી દર સોમવાર અને શનિવાર ચાલશે . આજ પ્રમાણે ટ્રેન સંખ્યા 06338 અર્નાકુલમ જંકશન-ઓખા સ્પેશ્યિલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. હવે આ ટ્રેન 2, જુલાઈ 2021 થી 5, નવેમ્બર 2021 સુધી દર શુક્રવાર અને બુધવારે ચાલશે .
2. ટ્રેન સંખ્યા 06734/06733 ઓખા-રામેશ્વરમ (સાપ્તાહિક)તહેવાર વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે
ટ્રેન સંખ્યા :06734 ઓખા-રામેશ્વરમ સ્પેશ્યલ ટ્રેનોના ફેરા નું વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે આ ટ્રેન 6, જુલાઈ 2021 થી 9, નવેમ્બર 2021 સુધી દર મંગળવારે ચાલશે આ જ પ્રકારે ટ્રેન સંખ્યા 06733 રામેશ્વરમ-ઓખા સ્પેશ્યલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા છે હવે આ ટ્રેન 2, જુલાઈ 2021 થી 5, નવેમ્બર 2021 થી સુધી દર શુક્રવારે ચાલશે
3. ટ્રેન સંખ્યા :06054/06053 બિકાનેર-મદુરાઈ જં (સાપ્તાહિક) તહેવાર વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે (વાયા-ઉજ્જૈન )
ટ્રેન સંખ્યા 06054 બિકાનેર-મદુરાઈ જં સ્પેશ્યિલ ટ્રેન નું વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે આ ટ્રેન 4, જુલાઈ 2021 થી 7, નવેમ્બર 2021 સુધી દર રવિવારે ચાલશે આ રીતે ટ્રેન નો : 06053 મદુરાઈ જં -બિકાનેર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા નું વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે આ ટ્રેન 1, જુલાઈ 2021 થી 4, નવેમ્બર 2021 સુધી દર ગુરુવારે ચાલશે ,
4. ટ્રેન સંખ્યા : 06068/06067 જોધપુર-ચેન્નાઇ એગમોર (સાપ્તાહિક) તહેવાર વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે (વાયા-સુરત )
ટ્રેન સંખ્યા:06068 જોધપુર-ચેન્નાઇ એગમોર ટ્રેનોના ફેરાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે આ ટ્રેન 5,જુલાઈ 2021 થી 8, નવેમ્બર 2021 સુધી દર સોમવારે ચાલશે .આજ રીતે ટ્રેન નો : 06067 ચેન્નાઇ એગમોર -જોધપુર સ્પેશ્યલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે . હવે આ ટ્રેન 3, જુલાઈ 2021 થી 6, નવેમ્બર 2021 સુધી દર શનિવારે ચાલશે.
ઉપરોક્ત ટ્રેનો પુરી રીતે આરક્ષિત અને વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેનોના રૂપે ચાલશે. ટ્રેન નં :06337 તથા 06734 નું બુકિંગ 18, જૂન 2021 થી નામાંકિત યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈ આર સી ટી સી ની વેબસાઈટ પર સારું થશે.
સ્પેશ્યલ ટ્રેનોના રોકાણ સંચાલન સમય ,માળખું , આવર્તન અને કાર્યકાળના દિવસોથી સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે . ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરો ને જ યાત્રા કરવાની પરવાનગી મળશે પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો ને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 થી સંબંધિત દરેક માપદંડો તથા એસ ઓ પી નું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે