Western Times News

Gujarati News

બાંધકામ પ્રોજેક્ટસ પુરા કરવાની તારીખ ૬ માસ લંબાવી અપાઈ

પ્રતિકાત્મક

ગુજરેરાએ કેન્દ્રીય નિર્ણયના પગલે ઓર્ડર કર્યો- રપમી માર્ચ કે તે પછીની કમ્પલીશન ડેટમાં લેવાયેલો નિર્ણય
(એજન્સી) ગાંધીનગર,  જે બાંધકામ પ્રોજેક્ટસ રપમી માર્ચ ર૦ર૦ કે તે પછી પૂર્રો કરવાના હતા તેમની તારીખ વિના અરજીઓ ઓટોમેટીક ૬ મહિના લબાવી દેવાઈ છે. ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીએ આ સંદર્ભે ઓર્ડર-૩પ બહાર પાડ્યો છે. ગુજરેરા દ્વારા બહાર પાડવામાં આવેલા હુકમમાં જણાવાયુ છે કે રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટસના પ્રમોટરોએ પ્રોજેક્ટ પૂરો કરવા માટે લંબાવાયેલી તારીખ સાથે નવું પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ ગુજરેરાના પોર્ટલ પરથી ડાઉનલોડ કરીને મેળવી લેવું ગુજરેરાના ઓર્ડર નં.૩૩માં ૩૧મી માર્ચ, ર૧થી ૩૦મી સપ્ટેમ્બર,ર૧ સુધી મુદત લંબાવી રાહત અપાયેલી છે.

ગુજરેરામાં રજીસ્ટર્ડ થયેલા પ્રોજેક્ટસના પ્રમોટરોએ લંબાવેલા સમગાળા માટે ક્યુપીયા સહિત જરૂરી દસ્તાવેજા સબમીટ કરવા પડશે. તેમ છતાં ગુજરેરાના ઓર્ડર-૩૪માં જણાવી દેવાયુ છે. અલબત, પ્રમોટરોને આ દસ્તાવેજા રજુ કરવા માટેની છૂટ ઉપલબ્ધ થશે. જે બાંધકામ પ્રોજેક્ટ રપમી માર્ચ-ર૦ પહેલાં પૂરા કરવાના હતા. જેમાં સમય લંબાવવાની માંગણી કરતી અરજીઓ મળી છે. આમાં પણ સમયગાળો ૬ માસ લંબાવવામાં આવે એવી શક્યતાઓ છે.

જે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ રપમી માર્ચ, ર૦ પહેલાં પૂરી કરવા માટે વેચના અને લેનાર વચ્ચે કરાર થયેલા છે. તેમાં પણ સમયગાળો લંબાવાશે. પ્રમોટરોએ પણ યુનિટ ધારકો યાને એલોટીને પેમેન્ટ માટે સમય લંબાવી આપવો પડશે. રપમી માર્ચ, ર૦મી થી ૩૦ સપ્ટેમ્બર, ર૦ વચ્ચે જે તારીખે પઝેશન આપવાનું છે તેમાં આ બધુ લાગુ પડશે. રપમી માર્ચ, ર૦ થી ૩૦ સપ્ટેમ્બર, ર૦ વચ્ચે જે તારીખે પઝેશન આપવાનું છે તેમાં આ બધુ લાગુ પડશે. જે બાંધકામ પ્રોજેક્ટના પ્રમોટરે ફોર્મ બીમાં પ્રોજેક્ટ પુરો કરવાની તારીખ જણાવી હશે તે તારીખે પઝેશન આપવાનું છે તેમાં પણ આ બધુ લાગુ પડશે. જે બાંધકામ પ્રોજેક્ટના પ્રમોટરે ફોર્મ-બીમાં પ્રોજેક્ટ પુરો કરવાની તારીખ જણાવી હશે તે તારીખ આ ઓર્ડર ૩પ થી લંબાવાઈ જશે. એમ નવા હુકમમાં જણાવાયુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.