બાંસવાડામાં ૪ બાળકોની ગળું દબાવીને પિતાએ હત્યા કરી, પોતે ફાંસી ખાધી
જયપુર, રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં એક જ પરિવારના ૫ લોકોના શબ મળ્યા છે. આ ઘટના કુશલગઢના ડૂંગલાપાની ગામનો છે. ગામના બાબુલાલ(૪૦)નું શબ સવારે ૭.૩૦ વાગ્યે ઘરની સામે ઝાડ પર લટકતું મળ્યું. લોકોએ ઘરની અંદર જઈને જાેયું તો ચારેય પુત્ર રાકેશ(૮), માંગીલાલ(૬), વિક્રમ(૪) અને ગણેશ(૨)ની લાશ પડી હતી.
ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસ અને એનએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે બાળકની હત્યા કોઈ તાર જેવી વસ્તુથી ગળું દબાવીને કરવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી સુસાઈડ નોટ ન મળવાને કારણે શરૂઆતની તપાસના આધારે એ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાબુલાલે બાળકોની હત્યા કર્યા પછી પોતે ફાંસી ખાઈ લીધી હોય.
બાબુલાલની પત્ની હાલ ગુજરાતમાં મજૂરી કરી રહી છે. પોલીસે તેને તપાસ માટે ગામમાં બોલાવી છે. તેની પૂછપરછ પછી આપણને મહત્ત્વની કડી મળી શકે છે. ગામના લોકોનું કહેવું છે કે બાબુલાલને શરાબની આદત હતી. આ કારણે પતિ-પત્ની વચ્ચે ઝધડા થતા રહેતા હતા. બાબુલાલ પત્ની સાથે મારપીટ કરતો હતો. થોડા દિવસો પહેલાં પત્નીને ઘરેથી કાઢી મૂકવામાં આવી ગતી. એ પછી તે થોડા દિવસો સુધી તેના પિયરમાં રહી, પછી તે મજૂરી કરવા ગુજરાત જતી રહી.
ગામના સરપંચ પારસિંહે જણાવ્યું હતું કે બાબુલાલના પિતાનું નિધન થઈ ચૂક્યું છે. માતા પહેલાં બાબુલાલની સાથે રહેતી હતી. જાેકે તેની મારપીટથી કંટાળીને સંબંધીઓની પાસે રહેવા જતી રહી. સરપંચનું કહેવું છે કે બાબુલાલના પરિવારની કોઈની સાથે દુશ્મનાવટ ન હતી. આ સિવાય કોઈ વિવાદ પણ ન હતો.HS