Western Times News

Gujarati News

બાઇકની પાછળની સીટની બંને તરફ હેન્ડ હોલ્ડ જરૂરી

નવી દિલ્હી: વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાને લઈ તેમાં ઘટાડો લાવવા માટે વાહનોની બનાવટ અને તેમાં મળનારી સુવિધાઓમાં સરકારે કેટલાક ફેરફાર કરવાનો ર્નિણય લીધો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સેફ્ટીને ધ્યાનમાં રાખીને અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. બીજી તરફ, કેટલાક નિયમ પણ લાગુ કર્યા છે.

મંત્રાલયની નવી ગાઇડલાઇન બાઇકની સવારી કરનારા લોકો માટે જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે બાઇક ડ્રાઇવરની પાછળની સીટ પર બેસનારા લોકોને કયા નિયમોનું પાલન કરવું પડશે.

મંત્રાલયની ગાઇડલાઇન મુજબ બાઇકની પાછળની સીટની બંને તરફ હેન્ડ હોલ્ડ જરૂરી છે. હેન્ડ હોલ્ડ પાછળ બેઠેલી સવારીની સેફ્ટી માટે છે. બાઇક ડ્રાઇવર જાે અચાનક બ્રેક મારે છે તો તેવી સ્થિતિમાં હેન્ડ હોલ્ડ ઘણું મદદગાર સાબિત થાય છે. અત્યાર સુધી મોટાભાગની બાઇકમાં આ સુવિધા નહોતી. તેની સાથે જ બાઇકની પાછળ બેસનારી વ્યક્તિ માટે બંને તરફ ફુટરેસ્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બાઇકના પાછળના પૈડાના ડાબા હિસ્સાને સુરક્ષિત રીતે કવર થશે જેથી પાછળ બેસનારાના કપડા પાછળના પૈડામાં ન ફસાય.

હળવું કન્ટેનર લગાવવાના પણ દિશા-નિર્દેશમંત્રાલયે બાઇકમાં હળવું કન્ટેનર લગાવવાના પણ દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. આ કન્ટેનરની લંબાઇ ૫૫૦ મિમી, પહોળાઈ ૫૧૦ મિમી અને ઊંચાઈ ૫૦૦ મિમીથી વધુ ન હોવી જાેઈએ. જાે કન્ટેનરને પાછળની સવારીના સ્થાને લગાવવામાં આવે છે તો માત્ર ડ્રાઇવરની જ મંજૂરી હશે. જેઓ અર્થ એ કે બીજી સવારી બાઇક પર નહીં બેસી શકે. જાે પાછળની સવારીની પાછળ લગાવવાની સ્થિતિમાં બીજા વ્યક્તિને બાઇક પર બેસવાની મંજૂરી હશે.

જાે કોઈ બીજી સવારી બાઇક પર બેસે છે તો તે નિયમનું ઉલ્લંઘન માનવામાં આવશે. નોંધનીય છે કે, હાલમાં સરકારે ટાયરને લઈને પણ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. તે મુજબ મહત્તમ ૩.૫ ટન વજન સુધીના વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમની ભલામણ કરવામાં આવી છે.

આ સિસ્ટમમાં સેન્સરના માધ્યમથી ડ્રાઇવરને એ જાણકારી મળી જાય છે કે ગાડીના ટાયરમાં હવાની સ્થિતિ શું છે. તેની સાથે જ મંત્રાલયે ટાયરની રિપેરિંગ કિટની પણ ભલામણ કરી છે. તે લાગુ થયા બાદ ગાડીમાં એકસ્ટ્રા ટાયરની જરુર નહીં રહે. સરકાર સમય સમય પર માર્ગ સુરક્ષાના નિયમોમાં ફેરફાર કરતી રહે છે. ગત થોડા વર્ષોમાં માર્ગ સુરક્ષાના નિયમોને કડક કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.